સાગબારા ના ટેલીઆંબા ગામ નજીક કતલ કરવાના ઇરાદે લઈ જવાતા પશુ સાથે પોલીસે ચારને ઝડપી પાડ્યા

0
88

રાજપીપળા : નર્મદા જિલ્લા ના સાગબારા પોલીસે રવિવારે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક મહેન્દ્રા કંપનીની બોલેરો પીકપ નંબર GJ-19-X-4408 ને અટકાવી તપાસ કરતા અંદર ત્રણ ઢોર ખીચોખીચ હાલતમાં હલન ચલન કરી ન શકે તેવી સ્થિતિમાં ઘાસચારા પાણીની સગવડ વગર દોરડાઓથી બાંધી ઢોરો ઉપર કૃરતા આચરી લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે કતલ કરવાના ઇરાદે ભરી લાવી લઈ જવાતા હોય આ પીકઅપ ગાડી માં હાજર ચાર વ્યક્તિઓ પૈકી દિલીપ રમેશભાઇ વસાવા રહે.મોવલીપાડા,તા.ઉમરપાડા જિ.સુરત,કાલાભાઇ હુરતીયાભાઇ વસાવા રહે.બોદવાવ તા.સાગબારા જિ.નર્મદા,ઉદયભાઇ ચંદ્રસીંગભાઇ વસાવા રહે.મોવલીપાડા,તા.ઉમરપાડા જિ.સુરત,આઝાદખાન અબ્દૃલરહેમાન ઉર્ફે અડુ પઠાણ રહે. સેલંબા,તા. સાગબારા જીલ્લો નર્મદા સાથે સાગબારા પોલીસે પીકપ નંગ-૧ કિ.રૂા.૨,૫૦,૦૦૦/-તથા ઢોરો નંગ–૩ કીંમત રૂપિયા.૧૫,૦૦૦/- મોબાઈલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/-મળી કુલ કિ.રૂા.કિ.રૂા.૨,૬૫,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી ચારેય ની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.તપાસ સાગબારા પી એસ આઈ ડી.એ.ક્રિશ્યન કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY