પ્રસિદ્ધ હરસિધ્ધિ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ સહિત ના સ્થળો ની મુલાકાત માટે આવતા પ્રવસીો ના કારણે ટ્રાફિક ત્રણ ઘણું થયું છે
રાજપીપળા શહેર ટ્રાફિક સમસ્યા વધી હોવા છતાં આડેધડ પાર્કિંગ ને પોલીસ વિભાગ ગઁભીરતાથી નથી લેતું જેના કારણે અકસ્માત ની ઘટના વધી રહી છે
રાજપીપળા: રાજપીપળા શહેર માં વધતા વાહનો ની સંખ્યા ના કારણે ટ્રાફિક સા વધુ વણસી હોવા છતાં પોલીસ વિભાગ કેમ આ માટે ગંભીર નથી એ પણ એક ગંભીર સવાલ છે ત્યારે શાક મા્કેટ ટેશન રોડ હરસિધ્ધિ મંદિર સહિત ના માર્ગો ઉપર આડેધડ થતા પાર્કિંગ ને પોલીસ વિભાગ નજરઅંદાજ કરતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે અને અકસ્માતો પણ વધ્યા છે .
ખાસ તો પોલીસ સ્ટેશન ને અડીનેજ આવેલા શાક માર્કેટ અને હરસિધ્ધિ મંદિર પર ટ્રાફિક જામ રોજિંદી તકલીફ છે ત્યારે આ વિસ્તાર માંથી ઇમર્જન્સી દર્દી ને લઈ જવા એમ્બ્યુલન્સ કાઢવી પણ મુશ્કેલ છે છતાં પોલીસ આવી બાબત ને કેમ ગઁભીરતાથી નથી લેતી એ પણ એક ગંભીર સવાલ છે જેમાં ખાસ કરીને નર્મદા જિલ્લા માં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ સહિત નજીક ના જોવા લાયક સ્થળો અને રાજપીપળા નું પ્રસિદ્ધ હરસિધ્ધિ માતાનું મંદિર જોવા બહાર ના શહેરો માંથી મોટી સંખ્યા માં આવતા પ્રવાસીયો ની સંખ્યા ત્રણ ઘણી છે છતાં રાજપીપળા શહેર માં ટ્રાફિક પોલીસ નું કોઈજ અસ્તિત્વ નથી માત્ર ટ્રાફિક બ્રિગેડ ના અમુક જવાનો થી ગાડું ગબડાવતા વાહન ચાલકો માર્ગો પર આડેધડ પાર્કિંગ કરતા ટ્રાફિક જામ ની સમસ્યા વધી હોય જિલ્લા પોલીસ વડા આ બાબતે ગંભીર બની કાયદાનો અમલ કરાવે એ જરૂરી બન્યું છે સાથે વારંવાર સન્માન મેળવી અખબારો માં પ્રસિદ્ધિ મેળવતી નિર્ભયા સ્કોડ ને પણ આ માટે કામે લગાડે અને કડક પગલાં લે એવી માંગ છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





