ભુજ : નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સહકારી ક્ષેત્રોને ખૂબ મજબૂત બનાવ્યું હતું તે રીતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા સહકારી ક્ષેત્રના વિકાસ માટે કટ્ટીબધ્ધ છે, તેમ અંજાર તાલુકા ખરીદ-વેંચાણ સંઘના નવનિર્મિત ‘સહકાર ભવન’ના ઉદ્દઘાટન વેળા રાજયમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું.
ગઇકાલે અંજારમાં ‘સહકારભવન’ ઉદ્દઘાટન સમારોહને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકતાં સંકુલના ઉદ્દઘાટા અને સમારોહના અધ્યક્ષ એવા અંજારના ધારાસભ્ય અને સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી વાસણભાઈ આહિરે આ તકે જણાવ્યું હતું કે, તાલુકાને સહકાર ભવનની ઉત્તમ ભેંટ મળી તે બદલ હર્ષની લાગણી વ્યકત કરી કાયદાની મર્યાદામાં સરહદ ડેરીની મદદ તેમજ સુધીરસિંહ જાડેજાએ સંઘને નફાકારક રીતે ચલાવ્યો તે પાયાના પથ્થર સમાન કામગીરીની કિંમત હોવાનું જણાવ ગૌરીશંકર જોષી વગેરે પૂર્વ ચેરમેનોને યાદ કર્યાં હતા.
હોવાનું જણાવી તેમણે ભ્રષ્ટાચારના આક્ષેપ મુકત રહીને કરાતી કામગીરી સાથે અંજાર તાલુકા સંઘ ખૂબ આગળ વધે અને આવનારા દિવસોમાં ખેડૂતોને વધુને વધુ સુવિધાઓ મળતી રહે તેવી શુભકામના પાઠવી હતી.
કાર્યક્રમના મુખ્યઅતિથિ અને સહરદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જુદાં-જુદાં સહકાર ભવનના નિર્માણની જૂની યાદો તાજા કરી ગૌરીશંકર બાપાએ ૧૯૬૬-૬૭માં તેમજ નરૂબા બાપુએ બીજી વખત અને હવે ખરીદવેંચાણ સંઘના પૂર્વ ચેરમેન સુધીરસિંહ જાડેજાએ ત્રીજી વખત કરેલા સહકાર ભવનના નવનિર્માણમાં ૮૦ લાખ સરહદ ડેરીએ આપ્યાનું જણાવ્યું હતું. કચ્છમાં આવું બીજુ ભવન નથી તેમ જણાવી તેમણે ભવનમાં નિર્માણ કરેલી સ્ટોરેજ સગવડ, ગેસ્ટહાઉસ તેમજ એટીએમ વગેરેથી થનાર ભાડાની આવક તેમજ થયેલી બચતની વિગતે વાત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચનમાં અંજાર તાલુકા ખરીદ-વેંચાણ સંઘના નવનિયુકત ચેરમેન ત્રિકમભાઈ આહિરે ભૂકંપ પછી ક્ષતિગ્રસ્ત થયેલા સહકાર ભવનના નવનિર્માણની વિગતો સાથે સંઘની પ્રવૃતિની આછેરી ઝલક આપતાં સહકાર ભવનમાં પ્રધાનમંત્રી જન ઔષધી ભંડાર તેમજ ખેડૂતો માટે જંતુનાશક દવાઓના સ્ટોરમાં સ્ટાન્ડર્ડ દવા-રાસાયણિક ખાતરની સાથે વીમા પ્રીમીયમના મળતા લાભનો ઉલ્લેખ કરી સહકારી પ્રવૃતિ સાથે જોડાવા આહ્વાન આપ્યું હતું.
સચ્ચિદાનંદન મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન પાઠવતાં લોકોની સુખાકારી વધારવા સેવા ભાવનાથી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અંજાર તા.પં. પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, અતિથિવિશેષ સુધીરસિંહ જાડેજા, જિ.પં.ના પૂર્વાધ્યક્ષ જીવાભાઈ હેઠ, ડેનીભાઈ શાહ, અનિલભાઈ પંડયા, લવજીભાઈ સોરઠીયા, કારોબારી ચેરમેન કેશવજી સોરઠીયા, તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ આહિર, શહેર પ્રમુખ સંજય દાવડા, મશરૂભાઈ રબારી, વેલાભાઈ જરૂ, સામજી ડાંગર, મકાભાઈ પટેલ, કરશનભાઈ ડાંગર, રણદીપ કોઠીવાલ, યાદવ મહાસભાના પ્રમુખ ત્રિકમભાઈ આહિર, રણછોડભાઈ આહિર,નવઘણભાઈ આહિર, તાલુકા કિસાન મોર્ચાના ગોપાલભાઈ માતા, ડાહ્યાભાઈ મઢવી, બાબુભાઈ મરંડ, લવજીભાઈ સોરઠીયા, ક્રિપાલસિંહ રાણા, કિશોરભાઈ ખટાઉ, વેલાભાઈ જરૂ, દેવજીભાઈ સોરઠીયા, ઇફકોના શ્રીડામોર, દિગ્વિજયસિંહ, મામલતદાર રાજગોર, બોર્ડના ડાયરેકટર્સ, સંઘના મેનેજર અમીતભાઈ તેમજ ખેડૂતો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ શેઠે જયારે આભારદર્શન દુધાભાઈ આહિરે કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






