વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના સોનિયા ગાંધી માટે અભદ્ર ટિપ્પણી કરતા નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા મોદીના પૂતળા દહન નો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો
પોલીસે પૂતળું ઝૂટવી લેતા યુથ કોંગ્રેસ કાયર્કરો એ મોદી હાય હાય ના નારા લગાવી વિરોધ દર્શાવ્યો

રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનિયા ગાંધીની વિરુદ્ધ વિધવા શબ્દનો આડકતરી રીતે ઉપયોગ કરતા નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા સોમવારે રાત્રે રાજપીપળા ના સફેદ ટાવરે વિરોધ ના ભાગરૂપે મોદી ના પૂતળા નું દહન કરવા માટે કાર્યક્રમ રખાયો પરંતુ પોલીસે સમયે પોહચી પૂતળું ઝૂટવી લઈ પૂતળા દહન નો કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો ત્યારે યુથ કોંગ્રેસ કાર્યકરો એ મોદી હાય હાય અને મોદી સોનિયાજી ની માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા નર્મદા યુથ કોંગ્રેસ ના પ્રમુખ વાસુદેવ વસાવા એ જણાવ્યું કે મોદી એ વડાપ્રધાન પદની ગરિમા ન જાળવી દેશ તેમજ દુનિયાની મહિલાઓનું અપમાન કર્યું છે તેવા આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ કાર્યકરો માં મોદી માટે આક્રોશ જોવા મળ્યો હતો અને મોદી વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






