કચ્‍છનાં નાગરિક સંરક્ષણનાં ડીવીઝનલ વોડૅનને રાષ્‍ટ્રપતિ ચંદ્રક

0
85

ભુજ :નાગરિક સરંક્ષણ ભુજની વોડૅન સેવામાં ડીવીઝનલ વોડૅનનો માનદ હોદ્દો ધરાવતા પ્રતાપભાઇ રુપારેલને નવીદિલ્‍હી વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ ૬ ડીસેમ્‍બર ૧૮ના નાગરિક સંરક્ષણ ૫૬માં સ્‍થાપના દિને રાષ્‍ટ્રપતિ ચંદ્રક વિતરણ સંભારંભમાં તેઓને ૧૫મી ઓગષ્‍ટ-૧૮ના રોજ જાહેર થયેલ રાષ્‍ટ્રપતિ ચંદ્રકથી ડાયરેકટર જનરલ ડી.જી.સી.ડી ના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

સન્‍માન સંભારંભમાં તેઓની સાથે તેઓનાં પુત્ર જયદિપ રુપારેલ તેમજ વોડૅન સભ્‍ય અરુણભાઇ જોષી ઉપસ્‍થિત રહયા હતા.

તેમને મળેલ સન્‍માનથી વોડૅન સેવામાં નવો જુસ્‍સો જોવા મળેલ છે. નાગરિક સંરક્ષણની વોડૅન સેવામાં મોટા પ્રમાણમાં નાગરિકો જોડાય તેમ હરેશ ઠાકર પી.આઇ.તાલીમ અધિકારી, નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા અનુરોધ કરાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY