આહવાની સરકારી માધ્યમિક શાળાનું ગૌરવ

0
18

આહવાઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના અર્થશાસ્ત્ર વિષયના શિક્ષક સુરેશભાઇ ગામીતે રમતગમત વિભાગ દ્વારા આયોજિત નિબંધ ર્સ્ધામાં જિલ્લા કક્ષા બાદ, પ્રદેશ કક્ષાએ પણ પ્રથમ ક્રમ મેળવી હવે રાજ્યકક્ષાએ તેમની દાવેદારી નોંધાવીને, શાળાનું ગૌરવ વધાર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા રમતગમત કચેરી આયોજિત યુવા ઉત્સવની બ વિભાગની નિબંધ સ્પર્ધામાં ગામીતે ભાગ લઇને પ્રથમ જિલ્લા કક્ષાએ, અને ત્યાર બાદ પ્રદેશ કક્ષાએ પણ પ્રથમ ક્રમ અંકે કર્યો છે. આગામી દિવસોમાં તેઓ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ભાગ લેવા જશે. જેમને શાળા આચાર્ય એ.એ.ગાંગોડા, ઇકો ક્લબ કોઓર્ડિનેરટ ડી.બી.મોરે તથા શાળા પરિવાર, જિલ્લા રમતગમત કચેરી, તથા શિક્ષણ કચેરી દ્વારા શુભકામના પાઠવવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY