રાજપીપળા : ડેડીયાપાડા ના પારસી ટેકરા પાસે પોલીસે રેડ કરતા આરોપીઓ પૈકી નિતેશ ઉર્ફે મુન્નાભાઈ ગંગારામભાઈ વસાવા, રૂપસિંગ સીડીયાભાઇ વસાવા રહે. પારસી ટેકરા ડેડીયાપાડા જી. નર્મદા ગે.કા રીતે આંક ફરકના આંકડાઓ લખી આંકડાનુ કર્ટીંગ આપતો હોય તેની અંગ ઝડતીના રોકડા રૂપીયા ૧૦૧૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૩ કિ.રૂ. ૪૦૦૦/- કુલ્લે કિ.રૂ. ૫૦૧૦ ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ આરોપી રૂપસિંગ વસાવા પોલીસ ને જોઈ ત્યાંથી નાશી જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
જયારે બીજો ગુનો ગરુડેશ્વર પોલીસ મથકે દાખલ કર્યો જેમાં ગરુડેશ્વર તાલુકા ના સાંકળ ગામની સીમમાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં પતા પાનાનો જુગાર રમાડતા જુગારિયોં પૈકી નટવર મનસુખભાઇ તડવી, વિજય અમરુતભાઇ તડવી,શંકર અમરુતભાઇ તડવી,રશીક નટવરભાઇ તડવી,નરેંદ્ર ગોવિંદભાઈ તડવી અને કમલેશ નટવરભાઇ તડવી તમામ રહે – રહે સાંકળ તા.ગરૂડેશ્વર ને પોલીસે રેડ દરમિયાન રોકડા રૂપિયા 1670/- સાથે પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.આમ ડેડીયાપાડા અને ગરુડેશ્વર પોલીસે મંગળવારે બે રેડ દરમિયાન કુલ રૂપિયા 6,680/- રૂપિયા ના મુદ્દામાલ સાથે કુલ આઠ જુગારીયાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





