રાજપીપળા : મંગળવારે જાહેર થયેલા પાંચ રાજ્યો ના ચુટણી પરિણામ માં મોટાભાગ ના રાજ્યો માં કોંગ્રેસ નો વિજય થતાં રાજપીપલા ના સફેદ ટાવર ખાતે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ એ ફટાકડા ફોડી આ વિજય ને વધાવ્યો હતો અને નર્મદા જિલ્લા કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો એ કોંગ્રેસ ઝીંદાબાદ , રાહુલ ગાંધી તુમ આગેબઢો હમ તુમ્હારે સાથ હૈ જેવા સૂત્રોચ્ચાર કરી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ બાબતે લોકસરકાર ઈન્ચાર્જ જતીન વસાવા એ જણાવ્યું હતું કે આ જીત એ દેશવાસીઓ ની જીત છે પ્રજા એ ભાજપ ની તાનાશાહી દૂર કરવા અને સ્વતંત્રતા ને બચાવવા કોંગ્રેસ પાર્ટી ને તક આપી છે એ બદલ તમામ મતદાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો ઉપરાંત રાહુલ ગાંધીના પૂર્વજોએ જે બલિદાન આપ્યા છે તેનો ઋણ ચૂકવવાનો પણ આ એક અવસર મળ્યો છે એમ તેમને જણાવ્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




