ઈમરાન ખલાણીએ ૧૦૨૦૦ રૂપિયા મુળ માલીકને પાછા આપતા લોકો દ્વારા ભારે પ્રસંસા
આવા ઘોળ કળીયુગ ની અંદર કાળા માથા નો માનવી રાત-દિવસ પૈસા પાછળ દોડ્યા કરે છે માણસ ને પૈસા કમાવવા માટે અથાગ પ્રયત્નો અને મેહનત કરવી પડે છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેર માં ધંધુકા રોડ ઉપર આવેલ એટુ ઝેડ ઓટો પાર્ટસ ગેરેજ આવેલુ છે સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના બલાળા ગામના ડો.મનિષભાઈ અનતભાઈ તારીખ-૮.૬.૨૦૧૮ ના રોજ સવારે ૧૧ ક્લાકે એટુ ઝેડ ઓટો પાર્ટસ ગેરેજે તેમનુ મોટરસાઈકલ રીપેરીંગ કરાવવા માટે આવ્યા હતા તેમનુ મોટરસાઈકલ રીપેરીંગ કરાવી ને ત્યાથી જતા રહ્યા એ ગયા બાદ એટુ ઝેડ ઓટો પાર્ટસ ગેરેજ ના માલીક ઈમરાનભાઈ મહંમદભાઈ ખલાણી ને ત્યાથી રોકડા પૈસા મળ્યા તેમણે આ પૈસા ગણ્યા તો ૧૦૨૦૦(દસ હજાર બસ્સો) રૂપિયા હતા તેમણે વિચાર્યુ કે આ પૈસા લગભગ મોટરસાઈકલ રીપેરીંગ કરાવ્યુ તેમના હશે એટલે તેવો તેમની પાછળ ગયા તેમને ઘણા ગોઈતા પણ તેમનો ક્યાય પત્તો લાગ્યા નહી અંતે એટુઝેડ ગેરેજ ના માલીક ઈમરાનભાઈ ખલાણીએ પૈસા અલગ પેક કરીને મુકી દીધા હતા છ મહીના જેટલો સમય થયા બાદ આજે ખોવાયેલા પૈસા ના મુળ માલીક ડો.મનિષભાઈ ફરીવાર મોટરસાઈકલ રીપેરીંગ કરાવવા માટે આવ્યા તેમને ખબર પણ નોતી કે મારા પૈસા ક્યા પડી ગયા હશે ગેરેજ ના માલીક ઈમરાનભાઈ ખલાણી ને થયુ કે આ ઈજ વ્યક્તી લાગે છે કે છ મહીના પહેલા આવ્યા તા અને એ વખતે પૈસા ક્યાંક પડી ગયા હતા ડો.મનિષભાઈ કહે કે દસ હજાર બસ્સો રૂપિયા હતા એટુઝેડ ઓટો પાર્ટસ ગેરેજ આસપાસ પડી ગયા હતા ઈમરાનભાઈ ખલાણી ને મળ્યા હતા ઈમરાનભાઈ એ પુરા પૈસા પાછા આપી દીધા હતા આની જાણ રાણપુર ગામમાં થતા લોકો ઈમરાનભાઈ ખલાણી ને તેમની પ્રામાણિકતા ને બિરદાવી રહ્યા છે અને ભારે પ્રસંશા કરી રહ્યા છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





