નર્મદા જિલ્લામાં શિક્ષણ સુધારા માટે શિક્ષકોની કામગીરી પર કરી લાલ આંખ

0
6

શાળાઓની ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ કરતા ઝેર, પંચલા, વણજી સહિતના ગામોની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક, CRC અને ભાષા શિક્ષકને નોટિસ ફટકારી બેદરકારી જણાતા 9 જેટલા શિક્ષકોની આંતરિક બદલી કરતા શિક્ષકો માં ફફ્ડાટ..

રાજપીપળા : નર્મદા જિલ્લામાં શિક્ષણ સુધારા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકોની કામગીરી પર લાલ આંખ કરી વિવિધ શાળાઓની ઓચિંતી મુલાકાત લેવાનું શરૂ કર્યું છે, જેમાં ગરુડેશ્વર તાલુકાની ઝેર, પંચલા, વણજી પ્રાથમિક શાળાઓ માં ઓચિંતી મુલાકાત લેતા મુખ્ય શિક્ષક, CRC અને ભાષા શિક્ષકને નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે સાથે 9 જેટલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારી જણાતા 9 જેટલા શિક્ષકોની આંતરિક બદલી કરતા અન્ય ગુલ્લેબાજ શિક્ષકો માં ફફળાટ ફેલાયો છે

ગુજરાત રાજ્યમાં 10 અને 12 બોર્ડનું નર્મદા જિલ્લાનું સૌથી નીચું પરિણામ છેલ્લા કેટલાય વર્ષોથી આવે છે, અને જેમાં એવું તારણ નીકળે છે બાળકોનો પાયો જ કાચો છે આ પાાયો તૈયાર પ્રાથમિક શાળાઓમાં થાય છે અને વારંવાર પ્રાથમિક શિક્ષકો પર આંગળી ઉઠે છે જોકે જિલ્લામાં 700 શાળાઓ માંથી કેટલીક શાળાઓ ના શિક્ષકો ની મહેનત અને બાળકોનું શિક્ષણ ઉડીને આંખે વળગે તેમ છે પરંતુ બાકીની શાળાઓમાં કેમ બાળકો નબળા રહે છે, જેમાં આવી 80 ટકા શાળાઓ માં શિક્ષકોની બેદરકાારી છે જેેની તપાસ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

ડી.બી.બારીઆ એ 9 જેટલી શાળાઓની મુલાકાત લીધી જેમાં શિક્ષકોની બેદરકારી બદલ તેમની આંતરિક બદલીઓ પણ કરી દીધી હાલ મિશન વિધ્યા હેઠળ જ્યારે જિલ્લાના 19000 નબળા બાળકોને ભણાવવાના છે ત્યારે શિક્ષકો ને તેમની ફરજ સમજાવવા ડીબી બારીઆ શાળાઓની ઓચિંતી મુલાકાત લીધી જેમાં ગરુડેશ્વરના ઝેર ગામની પ્રાથમિક શાળામાં ત્રણ દિવસની દૈનિક હાજરીની નોંધ નહોતી, પ્રાર્થના 11 વાગે શરૂ કરી, મધ્યાહન ભોજનની પણ ડેટા એન્ટ્રી નહોતી, એવીજ ફરિયાદ પંચલા ગામે મળી તો ભાષા માં બાળકો નબળા, સહેલા સ્પેલિંગ પણ ના બોલી શક્યા, વણજી ગામની પણ આવીજ કંઈક હાલત હોય પ્રાથમિક શિક્ષણાધિકારી લાલઘૂમ થઇ ગયા સીધી આ શાળાઓના મુખ્ય શિક્ષકો, CRC અને ભાષાના શિક્ષક ને કારણદર્શક નોટિસો પાઠવી ખુલાશા પૂછ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY