રાજપીપળા : દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા રોડ ને હાઇવે બનાવવા નું કામ ચોમેર ચાલી રહ્યું છે, ઉપરાંત વિદેશ થી આવતા પ્રવાસીઓ ને સગવડતા માટે રાજપીપલા ખાતે ડોમેસ્ટિક એરપોર્ટ પણ મંજુર થઈ ગયું છે ત્યારે હવે મહારાષ્ટ્ર થી પ્રવાસીઓ ને સ્ટેચ્યૂ જોવા આવા માટે સગવડ રહે તે માટે પાણી માં બોટિંગ મારફતે પણ સુવિધા વિકસાવવા વિચારણા થઈ રહી છે
હાલજ મહારાષ્ટ્ર ના પ્રવાસન વિભાગ ના મંત્રી જયકુમાર રાવલે નર્મદા જિલ્લા ની 2 દિવસીય મુલાકાત લીધી હતી મંત્રી રાવલે સ્ટેચ્યુ પરિસર , ફ્લાવર ઓફ વેલી સહિત ના સ્થળો ની મુલાકાત લીધી હતી, ઉપરાંત નર્મદા ડેમ સાઇટ બોટીંગ કરી મહારાષ્ટ્રની હદ અને નર્મદા ડેમ સાઇટ વચ્ચે પ્રવાસન વિકાસ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનાં મણીબેલી ગામને ફાઇવ સ્ટાર વિલેજ તરીકે વિકાસવવામાં આવશે મણીબેલી ગામ, તોરણમાલ હીલ સ્ટેશન વગેરેને પ્રવાસન તરીકે વિકાસ કરી ગુજરાત સાથે પ્રવાસન સરકીટ તરીકે જોડવા અંગેની પણ તેઓએ વાત કરી હતી ઉપરાંત જણાવ્યું હતું કે મુંબઇ એરપોર્ટ થી આવતા વિદેશી પ્રવાસીઓ માટે પણ આ રૂટ સરળ સાબિત થશે અને મહારાષ્ટ્ર ના પ્રવાસીઓ પણ સરદાર પટેલ ના સ્મારક ને નિહાળી ધન્યતા અનુભવશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




