૫ દિવસ જેલમાં વિતાવનાર પ્રોડ્યૂસર પ્રેરણાને ન મળ્યા જામીન

0
8

મુંબઈ,તા.૧૪
ફિલ્મ પ્રોડ્યૂસર પ્રેરણા અરોરા ૩૨ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં છેલ્લાં ૫ દિવસથી જેલમાં છે. આ કેસની સુનાવણી શનિવારે કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ મામલો સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ ‘કેદારનાથ’ સાથે સંકળાયેલો છે. પ્રેરણા ક્રિઅર્ઝ એન્ટરટેઈન્મેન્ટ પ્રોડક્શન હાઉસની ઓનર છે. તે પ્રોડક્શન હાઉસ ‘રુસ્તમ’, ‘ટોયલેટ’, ‘પેડમેન’ અને ‘પરી’ જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી ચૂકી છે.
પ્રેરણાના વકીલ રિઝવાન મર્ચન્ટના જણાવ્યા અનુસાર, પ્રેરણાએ કોર્ટમાં કહ્યું હતુ કે, તેને જેલમાં ન રાખી શકાય, પરંતુ પ્રેરણા પર છેતરપિંડીના એકથી વધુ મામલા નોંધાયેલા છે, જેને કારણે કોર્ટે તેને જામીન આપવાની ના પાડી દીધી છે.
ક્રિઅર્ઝ એન્ટરટેઈન્મેન્ટે ફિલ્મ ‘કેદારનાથ’ના રાઈટ્‌સ રોની સ્ક્રૂવાલાને વેચ્યા હતા, ત્યારબાદ જુન ૨૦૧૮માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર વાસુ ભગનાનીએ પ્રેરણા અને ક્રિઅર્ઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભગનાનીનો આરોપ છે કે, ગેરકાયદેસર રીતે રોની સ્ક્રૂવાલાને રાઈટ્‌સ વેચવાને કારણે તેને ૧૬ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. ભગનાનીએ પ્રેરણા ઉપરાંત પ્રતિમા અરોરા અને અર્જુન કપૂર વિરુદ્ધ મુંબઈની આર્થિક અપરાધ શાખામાં એફઆઈઆર નોંધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY