નર્મદા બંધના અસરગ્રસ્તો એ પૂનઃવસવાટ કચેરી, અને નર્મદા અધિક્ષક ઈજનેર ની કચેરીને તાળાબંધી કરતા પોલીસ દોડી આવી 

0
25

છેલ્લા 35 વર્ષથી આ સરકાર અસરગ્રસ્તો ને લોલીપોપ આપી મૂર્ખ બનાવે છે, ઠાલા વચનો આપી ભરમાવે છે પણ લાભ આપતા નથી 

અસરગ્રસ્તો અને તેમના વારસદારો ને લાયકાત મુજબ નોકરી આપવી અને દરેક ગામના લેબર કામ માટે ૧૦૦% ભરતી કરવાની માંગ કરી

રાજપીપળા : સરદાર સરોવર નર્મદા બંધ માં ડૂબાણ માં ગયેલા 19 ગામો ને ખસેડી વિવિધ વિસ્તારમાં વસાહતો બનાવી આ અસરગ્રસ્તો ને પુનઃ વસન કરવામાં આવ્યું છે અને જેમને પાયાની સુવિધા થી લઈને જમીનો ધંધા રોજગાર અને નોકરી આપવાનું વચન આપી વસાવ્યા છે, ત્યારે સરકારે બંજર જમીનો અને કાચું પાકું મકાન આપી વેઠ ઉતારી દીધી પરંતુ ત્યારથી આ અસરગ્રસ્તો નું આંદોલન શરૂ થયું જેમાં સરકાર બસ આશ્વાસનો આપી ધક્કે ચઢાવે છે પણ અત્યાર સુધી તેમને પાયાની સુવિધા પણ મળી નથી ત્યારે વધુ એક વાર આ અસરગ્રસ્તો એ આંદોલન છેડી કેવડિયા કોલોની ખાતેની પૂનઃવસવાટ કચેરી, અને નર્મદા નિગમ ના અધિક્ષક ઈજનેરની કચેરીને તાળાબંધી કરતા ખળભળાટ મચ્યો હતો. કચેરી ની અંદર અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હોવા છતાં કચેરી બહારની જાળીને તાળું મારી અસરગ્રસ્તોએ અધિકારીઓ વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા અને અધિકારીઓ ને જ કોઈ કામ કરવું નથી કહી હોબાળો મચાવ્યો હતો.

ગુજરાત રાજ્યમાં આવેલી વિવિધ વસાહતો માં પાણી, વીજળી સિંચાઈ સહીત માર્ગ અને ખેતીની જમીનોના પ્રશ્ન ને લઈને ઉગ્ર માંગ હતી સાથે કટ ઓફ ડેટ પ્રમાણે નોકરી ની પણ માંગ હતી પરંતુ તમામ નો વાયદો સરકારે કર્યો પેકેજ પણ આપ્યું અને અધિકારીઓ ને સૂચના પણ આપી તમામ કામગીરી રાજ્યના મંત્રી અને સરકાર ના પ્રતિનિધિ તરીકે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ કરી પરંતુ જેના પર કોઈ અમલ આજદિન સુધી ન થતા સરકાર અને અધિકારીઓ ના વલણ સામે પુનઃ રોષ વ્યક્ત કરી અસરગ્રસ્તો અકળાઈ ઉઠ્યા અને ભેગા મળી પૂનઃવસવાટ કચેરી અને નર્મદા અધિક્ષક ઈજનેરની કચેરીને તાળાબંધી કરી હંગામો મચાવ્યો ત્યારે એ.એસ.પી અચલ ત્યાગી, કેવડિયા ડેમ પીઆઇ ડી.બી.શુકલા, પીએસઆઈ એસ એ.ડામોર સહીત પોલીસ કાફલો દોડી આવ્યો હતો ત્યારે પોલીસ ની દખલગીરી અને સમજાવટ બાદ તાળા ખોલી દેવાયા હતા અને પુનઃ વસવાટ ના કમિશનર ને જાણ કરી તે પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. જોકે આગામી દિવસોમાં કામગીરી શરૂ કરાશે તેવી વાત તેમણે કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY