ઈંમીટુઃ આ ઈન્ડસ્ટ્રીમાં બધુ આપસી સંમતિથી જ થાય છેઃ શિપ્લા શિંદે

0
162

મુંબઈ,તા.૧૨
ઈંમીટુ કેમ્પેન પૂર ઝડપે દેશભરમાં પ્રસરી રહ્યું છે. આ કેમ્પેનમાં નાના પાટેકર, આલોક નાથ, કૈલાશ ખેર, સુભાશ ઘાઈ, સાજિદ ખાન, સુભાષ કપૂર, એમજે અકબર વગેરે જેવા ઘણા દિગ્ગજા પર મહિલાઓએ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. યૌન શોષણનો આરોપ કરનારી મહિલાઓમાં મોટા ભાગની મહિલાઓ પર આ ઘટના ઘણા સમય પહેલા બની ગઈ હતી જેની જાણ તેઓ હવે કરી રહ્યા છે.
યૌન શોષણના મુદ્દા પર અભિનેત્રી શિલ્પા શિંદેએ એક આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. શિલ્પા શિંદે ‘બિગ બાસ ૧૧’ની વિજેતા બની હતી. ઉલ્લેખનીય છે કે, શિલ્પા શિંદે ગયા વર્ષે ‘ભાભીજી ઘર પર હૈ’નાં પ્રોડ્યુસર સંજય કોહલી પર યૌન શોષણનો આરોપ લગાવી ચૂકી છે. શિલ્પા શિંદેએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે,આ ઈન્ડસ્ટ્રીમાં રેપ નથી થતા, બધુ આપસી સંમતિથી જ થાય છે.
આ મામલામાં તેણે પોતાનો મંતવ્ય રજૂ કરતા જણાવ્યું કે, ‘જે સમયે ઘટના બને ત્યારે જ તેના વિશે લોકોને જણાવવું જાઈએ. દૂર્ઘટના ઘટ્યાના આટલા વર્ષો પછી આ વિશે વાત કરવાથી કોઈ જ ફાયદો નથી થવાનો.’ શિલ્પા શિંદેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘આ બધુ બકવાસ છે. સ્વાભાવિક વાત છે કે, જ્યારે કોઈ ઘટના બને તે જ વખતે તેના વિશે બોલવું જાઈએ. વર્ષો પછી જે થયુ હોય તેના વિશે બોલવાનો કોઈ જ ફાયદો નથી રહેતો.’

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY