વન વિભાગની ટીમને જોઈ ટેમ્પો લઈ ભાગતા બે વ્યક્તિઓ નો ફિલ્મી ઢબે પીછો કરી પકડ્યા


રાજપીપળા : નર્મદા જિલ્લા માં ખેર ના લાકડાની તસ્કરી વધી રહી હોય વન વિભાગ ચાંપતી નજર રાખે છે ત્યારે સોમવારે સવારે દેડીયાપાડા ની સોરાપડા રેન્જ ના આર.એફ .ઓ. તથા સ્ટાફ દ્રારા પેટ્રોલિંગ ચાલુ હોય ઉમરણ માધ્યમિક શાળા નજીક થી પસાર થતા એક ટેમ્પો નં.જી જે 07 એક્સ 9706 પર ંકા જતા વન વિભાગ ની ટીમે તેને અટકાવવા જતા ડ્રાઇવર અને ક્લીનર ટેમ્પો લઈ ભાગવાની કોશિશ કરતા આર.એફ.ઓ જે કે પરમાર અને તેમની ટીમે તેમનો ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા હતા ત્યારબાદ ટેમ્પો માં તપાસ કરતા કુસ્કિ(ડાંગર નું પરાળ) ભરેલા કોથળાની પાછળ અંદરની બાજુએ ખેરના લાકડા ભરેલા જણાયા હતા તેથી સોરાપાડા આર.એફ.ઓ જે.કે.પરમાર દ્વારા ડ્રાઈવર ઇશ્માંઇલખાન અને ક્લીનર ફિરોજખાન ની અટકાયત કરી રેન્જ ઓફિસ સોરાપાડા ખાતે લાવવામાં આવ્યા હતા, ફોરેસ્ટ ખાતાએ લાકડા ભરેલો ટેમ્પો તથા ખેરના લાકળા મળી અંદાજે કુલ 4.80 લાખ રૂપિયા નો મુદ્દા માલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આર એફ ઓ પરમાર ના જણાવ્યા મુજબ 2.85 ઘનમીટર ખેર નું લાકડું જેની કિંમત 80 હજાર અને ચાર લાખ નો ટેમ્પો મળી કુલ રૂપિયા 4.80 લાખ રૂપિયા ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર અને ક્લીનર ની અટક કરી છે
બોક્ષ : આ બાબતે આર એફ ઓ એ ટેમ્પો ડ્રાઇવરની પૂછપરછ કરતા તેને જણાવ્યું કે તેમને ગોધરાથી કોઈ તાહિરભાઈનો ફોન આવેલ અને આ માલ ભરી તેને ચોક્કસ સ્થળે પહોંચાડવાનું કમિશન આપવાની વાત કરેલી ટેમ્પમાં ખેરના લાકડા તેઓએ વહેલી સવારે ભરેલા અને ત્યારબાદ ટેમ્પો માલસાથે ગોધરા લઈ જવાના હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





