ગરીબ કલ્યાણ મેળામાં કોઇ સાચો લાભાર્થી લાભથી વંચિત ન રહે તેની કાળજી લેવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ

0
315

જિલ્લા કલેક્ટરાલય રાજપીપલા ખાતે ગરીબ કલ્યાણ મેળાનાં સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઇ

રાજપીપલા: રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી ૨૦૧૯માં ગરીબ કલ્યાણ મેળા યોજવાનું ન્કી કરવામાં આવતા તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ ગરીબ કલ્યાણ મેળાનું સુચારૂ આયોજન થાય તે માટે આજે જિલ્લા કલેક્ટરાલય રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. એસ. નિનામાના અધ્યક્ષ સ્થાને એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીયા, પ્રાંત અધિકારી કે.ડી. ભગત અને ડી. એન. ચૌધરી વગેરે અમલીકરણ અધિકારીઓને સંબોધતા જિલ્લા કલેક્ટર આર. એસ. નિનામાએ કોઇ સાચો લાભાર્થી લાભથી વંચિત ન રહે તેની કાળજી લેવા ખાસ અનુરોધ કર્યો હતો જિલ્લા કલેક્ટર આર. એસ. નિનામાનાએ નિયત સમયમાં દરેક વિભાગ દ્વારા અપાતા લાભના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી થાય તે જોવા જણાવ્યું હતું. નિનામાએ દરેક વિભાગને આપવામાં આવેલ કલર કોડ મુજબ જ લાભાર્થીઓના બેઇઝ બનાવવા જેથી લાભાર્થીઓને તેના લાભ મેળવતી વખતે સરળતા રહે તેમ જણાવ્યું હતું. નિનામાએ વધુમાં જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા દરમિયાન દરેક લાભાર્થીને પોતાના લાભ સ્થળ પર જ સરળતાથી મળી રહે તે રીતે સુદ્રઢ આયોજન કરવા ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.

આ મિટીંગમાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહી ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY