ડીજી કોન્ફરન્સ ને કારણે પ્રવાસીઓ અટવાયા,પથ્થરમારો  થતા પોલીસ બોલાવી પડી 

0
398

રાજનાથસિંહ ના આગમનના 2 કલાક પહેલા ટિકિટ બારી બંધ કરાતા પ્રસીઓએ હોબાળો મચાવ્યો.

પ્રવાસીઓએ રોષે ભરાતા પી.આર.ઓ પર પથ્થરમારો 

રાજપીપળા : કેવડિયા ખાતે ડીજી કોન્ફરન્સને લઈને સુરક્ષા એટલી કડક બનાવી દેવાઈ છે જેમાં ભાગ લેવા ગૃહ પ્રધાન રાજનાથ સિંહ કેવડિયા આવ્યા છે. સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવશે અને જેઓ બે દિવસ રોકવાના છે ત્યારે સુરક્ષા માટે ઠેર ઠેર ચેકીંગ રાખવામાં આવ્યા છે. પોલીસ કેવડિયા તરફ જતી ગાડીઓનું 30 કિલોમીટર દૂર થી ચેકીંગ કરી પ્રવેશ આપે છે.અને ખાનગી ગાડીઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પ્રવાસીઓ સ્ટેચ્યુ જોવા આવે છે પણ છાસવારે ટિકિટ બારી બંધ કરી દેવાઈ છે અને ફ્લાવર ઓફ વેલી બાજુ પણ જવા દેતા નથી. ત્યારે ગુરુવારે બપોરે ટિકિટબરી બંધ કરી દેતા પ્રવાસીઓ અટવાયા હતા.

રાજનાથસિંહ ના આગમનના 2 કલાક પહેલા ટિકિટ બારી બંધ કરાતા પી.આર.ઓ કચેરી ખાતે પ્રસીઓએ હોબાળો મચાવ્યો. પ્રસીઓએ રોષે ભરાઈ ને એક બે પ્રસીઓએ પી.આર.ઓ પર પથ્થર માર્યો કર્યો હતો જે અંગેની જાણ પોલીસ ને કરતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને પ્રવાસીઓનો રોષ ઠંડા પાડી ઉપરી કચેરી ની મંજૂરી બાદ ટિકિટ આપવાની ફરી ચાલુ કરાતા મામલો થાળે પડ્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY