કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના બંદોબસ્તમાં ભરૂચ – નર્મદા જીલ્લાના પોલીસ જવાનોની હાલત દયનિય

0
326

અવારનવાર સ્ટેચ્યુની મુલાકાતે આવતા મંત્રીઓની સુરક્ષા  બંદોબસ્તમાં જવાનો ગોઠવાયછે 

ભરૂચ – નર્મદા જીલ્લાના પોલીસ જવાનોને સ્ટેચ્યુ ખાતે બંદોબસ્તમાં જવુ પડેછે 

રાજપીપળા : કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ ગુજરાત સહિત અન્ય રાજ્યોના મંત્રીઓ સ્ટેચ્યુની મુલાકાતે આવેછે મંત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ જવાનોનો બંદોબસ્ત ખડકી દેવાયછે અવારનવાર સ્ટેચ્યુની મુલાકાતે આવતા મંત્રીઓના બંદોબસ્તમાં જતા પોલીસ જવાનોની હાલત કફોડી થાયછે ભરૂચ – નર્મદા જીલ્લા સહિતના ગુજરાતના તમામ શહેરોમાંથી બંદોબસ્તમાં આવતા જવાનો માટે સુવિધાઓ તંત્ર દ્વારા ગોઠવાતી ના હોઇ પોલીસ જવાનોમાં કચવાટની લાગણી વ્યાપી છે પોલીસ સુત્રોનુ માનીએતો કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરાયું ત્યારાદ અવારનવાર ચસ્તરીય પોલીસ અધિકારીઓ મંત્રીઓ સહિતના ઉચ્ચ હોદ્દા ધરાવતા સરકારી અધિકારીઓની અવરજવર વધીછે મંત્રીઓ સહિતના અધિકારીઓની સલામતી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયછે પરંતુ બંદોબસ્તમાં આવેલા પોલીસ જવાનોને કોઇ સુવિધા મળતી નથી બંદોબસ્તમાં આવેલા પોલીસ જવાનોને હ‍ાલ ઠંડીના વાતાવરણમાં સવારે સ્નાન કરવા ગરમ પાણીની કોઇ સુવિધા મળતી નથી જેથી કડકડતી ઠંડીમાં પોલીસ જવાનોને ઠંડા પાણીથી સ્નાન કરવાનો વારો આવેછે તેમજ સવારે સાંજે જમવાની વ્યવસ્થા કરવામાં આવેછે પણ પોલીસના બંદોબસ્તના પોઇંટથી 5 કી.મી.દુર જમવાની વ્યવસ્થા હોઇ જવાનોને વાહન વગર અવરજવરમા હાલાકી વેઠવી પડેછે હાલ શિયાળાની મોસમની જમાવટ થઇછે જેના કારણે ઠંડીનુ મોજુ જણાઇ રહ્યુછે તંત્ર દ્વારા પોલીસના જવાનો માટે ગરમ વસ્ત્ર તો આપ્યુ છે પરંતુ જો કોઇ જવાન એ ભુલી જાયતો તેના વગર ઠુઠવાવવાનો વારો આવે કેમકે તંત્ર દ્વારા અપાયેલા ગરમ વસ્ત્ર સિવાય અન્ય કોઇ ગરમ વસ્ત્ર પહેરવાની પરવાનગી નથી અપાઇ તેમજ રાજ્ય ભરમાં ગોઠવાતા બંદોબસ્તથી પોલીસ જવાનો ત્રસ્ત બન્યા છે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પોલીસના જવાનો માટે બંદોબસ્તના સમયે સુવિધાઓની ગોઠવણ કરે તેવી વાતો પોલીસ બેડામાં ચર્ચાવા પામી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY