પીએમ મોદીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી લાલ જાજમ બિછાવી રાજનાથ સિંહે સ્વાગત કર્યું,ડિજી કોન્ફરન્સમાં આવેલા અધિકારીઓ સાથે ગ્રુપ ફોટો પડાવ્યો અને વિવિધ પરેડ પણ નિહાળી.


રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 20,21 અને 22 ડિસેમ્બરે ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફરન્સનું આયોજન કરાયું છે.20મી તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બપોરના સેસનમાં ડિજી કોન્ફરન્સનું ઉદ્દઘાટન કર્યું હતું.કેવડિયામાં હાલ દેશની સુરક્ષાને લગતા મહત્વના કાર્યક્રમને લઈને ગુજરાતભરના પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.પીએમ મોદીનું ડિજી કોન્ફરન્સમાં હાજરો આપવા 21મી ડિસેમ્બરે 8:35 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના લીમડી હેલિપેડ પર આગમન થયું હતું.એમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ,ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહીર,કિરણ રિજીજુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ ઉપસ્થિત રહ્યા હતા.ત્યાંથી તેઓ સીધા પોતાના કાફલા સાથે કેવડિયા VVIP સર્કીટ હાઉસ પહોંચ્યા હતા.
બાદ પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચ્યા હતા.જ્યાં એમનું લાલ જાજમ બિછાવી ગૃહમંત્રી રાજનાથ સિંહે સ્વાગત કર્યું હતું.મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અલગ રક્ષાદળોના કમાન્ડો અને સુરક્ષા પાંખના વડાઓ દ્વારા યોજાયેલ વિવિધ પરેડના નાનકડા સમારંભમાં હાજરી આપી હતી.બાદ મોદીએ ડિજી કોન્ફરન્સમા આવેલ અધિકારીઓ સાથે એક ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ મોદી ટેન્ટ સીટી-2 ખાતે ડિજી કોન્ફરન્સમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




