વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની ઉપસ્‍થિતિમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે વિશાળ એકતા પરેડ યોજાઇ 

0
33

દેશની સુરક્ષા કરતા જવાનોએ એકતાના શિલ્‍પી સરદાર વલ્લભભાઇ પટેલને એકતા પરેડ દ્વારા શ્રધ્‍ધાંજલિ આપી

એકતા યુનિટ ઘ્‍વજે દેશની વિવિધતામા એકતાના દર્શન કરાવ્‍યા 

રાજપીપળા : શુક્રવારે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી કેવડીયામાં ડીજી કોન્‍ફરન્‍સમાં હાજરી આપવા આવી પહોંચ્‍યા હતા. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પ૩ મી ડીજી કોન્‍ફરન્‍સમાં હાજરી આપતાં પહેલા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે ભારતીય સેનાની જુદી જુદી પાંખો દ્વારા યોજાયેલી એકતા પરેડ માર્ચને સલામી આપી હતી.

વડાપ્રધાનની ઉપસ્‍થિતિમાં યોજાયેલી એકતા પરેડમાં કેન્‍દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ, કેન્‍દ્રીય ગૃહ રાજયમંત્રી કિરણ રિજ્જુ, કેન્‍દ્રીય રાજયગૃહમંત્રી હંસરાજ આહિર, રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સહિત દેશના વિવિધ રાજયોના આઇજી, ડીઆઇજીઓ ઉપસ્‍થિત રહયા હતા. વડાપ્રધાને એક કલાક જેટલો સમય સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે વિતાવ્‍યો હતો.

સરદાર વલ્લભભાઇ પટેલે પ્રદેશના લોકોને એકતાતણે બાંધીને દેશની એકતા ્‍થાપી હતી. મા નર્મદાના કિનારે ભવ્‍ય સ્‍મારક સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે દેશની સુરક્ષા કરતા વિવિધ પાંખોના સેનાના જવાનોએ આકર્ષક એકતા પરેડ યોજી હતી. સહષા પોલીસ યુનિટ દ્વારા રાજયોના યુનિટ ઘ્‍વજ દ્વારા પરેડ યોજીની એકતાના દર્શન કરાવ્‍યા હતા.

એકતા પરેડ માર્ચમાં બીએસએફ, આઇટીબી, સીઆરપીએફ કોબ્રા કમાન્‍ડો, એનએસજી કમાન્‍ડો ફોર્સ, ચેતક કમાન્‍ડો, મરીન કમાન્‍ડોએ શષાો સાથે જયહિંદના નારા અને બેન્‍ડની સુરાવલી સાથે એકતા પરેડને યોજીને દેશની શાનને ઉજાગર કરી હતી. ત્રિરંગા સ્‍વરૂપે પરેડ દ્વારા રાષ્‍ટ્રની ગરિમા પ્રદર્શિત કરી હતી. સારે જહાં સે અચ્‍છા હિન્‍દુસ્‍તા હમારા સહિત દેશભકિત ગીતો અને રાષ્‍ટ્રગાન સાથે મા નર્મદા તટનું વાતાવરણ દેશભકિતમય બન્‍યુ હતું.

ખાસ કરીને એકતા પરેડમાં સેનાની વિવિધ મહિલા પાંખ દ્વારા સંગીતની સુરાવલી સાથે પરેડમાં જોડાઇને ગૌરવ સાથેસ્ત્રીશકિતનું ઉત્‍કૃષ્‍ઠ ઉદાહરણ આપ્‍યું હતું. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ તસ્‍વીર પ્રદર્શન પણ નિહાળ્‍યું હતું.વડાપ્રધાન સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ કેવડીયા ટેન્‍ટ સિટી ખાતે ડીજી કોન્‍ફરન્‍સમાં જોડાયા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY