રાજપીપળાએસ ટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવરની બે મુસાફરોએ પીટાઈ કરતા સિવિલમાં સારવાર હેઠળ 

0
376

રાજપીપળા થી વડોદરા માટે શરૂ કરાયેલી મેટ્રોલિન્ક બસ આજે બપોરે બરોડા થી રાજપીપળા પરત આવતા રાજપીપળા કોર્ટ પાસે બસ ન ઉભી રાખતા ડ્રાઈવર ને માર મારતા લોીલુહાણ  

રાજપીપળા : હાલમાંજ રાજપીપળા થી વડોદરા માટે શરૂ કરાયેલી મેટ્રોલિન્ક બસ સેવા માટે નવી મીની બસો રાજપીપલા ડેપો ને મળી છે અને દર કલાકે અન્ય બસો કરતા સસ્તા ભાડા માં આ સેવા વડોદરા સુધી આવાન જાવન કરે છે ત્યારે આજે રાજપીપળા ડેપો થી વડોદરા જઈ બપોરે 3-30 કલાકે પરત રાજપીપળા ફરેલી મેટ્રોલિન્ક બસ એના નિયત સ્ટોપ પર ઉભી રહ્યા બાદ સાંજે 5-45 કલાકે રાજપીપળા કોર્ટ કે જે એસ ટી ડેપોની નજીકમાંજ આવેલી છે ત્યાં આ બસ પોહ્ચ્તા કોઈ બે મુસાફરો એ કોર્ટ પાસે બસ અટકાવવા જણાવ્યું પરંતુ ચાલાક દિનેશભાઇ ગઁભીરભાઈ વસાવા (રહે,રૂંઢ ,નાંદોદ ) એ કોર્ટ પાસે બસ ન ઉભી રાખી સીધો ડેપો માં લઈ જતા અકળાટેલા બે મુસાફરો એ ડેપો પાછળ મુસાફરો ઉતારતી બસ માંથી ડ્રાઈવર ને નીચે ઉતારી માર મારતા આંખ પાસે ઇજા થતા તેનો યૂનિફાર્મ પણ લોહી વાળો થઈ ગયો જેથી તેને તાત્કાલિક રાજપીપળા સિવિલમાં સારવાર અપાઈ હતી જ્યાં તેને ચાર ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું .ઘટનાની જાણ થતાંજ રાજપીપળા ડેપો મેનેજર એન એમ કલ્યાણી પણ સિવિલ ખાતે દોડી આવ્યા હતા અને એમના ડેપો ના ડ્રાઈવર ને માર મારનારા અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી .

બૉક્સ : દોઢ કરોડના ખર્ચે રીનોવેશન કરાયેલા ડેપો માં પાછળના ભાગે કેમેરા નથી

રાજપીપળા એસ ટી ડેપોમાં પાછળના ભાગે સીસી ટીવી કેમેરા ન હોવાથી આજે ડ્રાઈવરની ધોલાઈ થવા છતાં મારનાર અજાણ્યા વ્યક્તિઓ કોણ હતા એ જાણી શકાયું નથી જો આગળની જેમ ડેપોના પાછળના ભાગમાં કેમેરા હોત તો આજની આ ઘટના માં હુમલો કરનારા તત્વોની ઓળખ થઈ હોત,ત્યારે દોઢ કરોડના ખર્ચે નવીનીકરણ થયેલા આ ડેપોમાં ઘણી જરૂરી સુવિધાઓનો અભાવ છે તો દોઢ કરોડ રૂપિયા નો ખર્ચ ક્યાં કારાયો…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY