રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા સુકાઆંબા ગામની હિનાબેન દિનેશભાઇ વસાવા ઉ.વ.૧૨ ગત તારીખ 24 ડિસેમ્બરે ઘરની બહાર પેશાબ કરવા માટે જતા તેને કોઈ ઝેરી જાનવર કરડી જતા તેણે બુમાબુમ કરતા પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે લઇ જતા તેનું મોત થયું હતું જેથી પરિવારની દીકરી આમ અચાનક મૃત્યુ પામતા પરિવારમાં શોક ફેલાયો હતો.આ બાબતે ડેડીયાપાડા પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



