દેશની એકતા અને અખંડિતતા  માટે લોહતત્વનો ઉપયોગ કરવા રાજ્યપાલ ઓ પી કોહલીની  અપીલ.

0
10

સરદાર સાહેબ લોહપુરુષ હતા આપણે સૌએ આ લોહતત્વ બધામાં ઉતારવું જોઈએ.  

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર vvipની મુલાકાત અવિરત. આજે  કેન્દ્રીય પ્રવાસનમંત્રી કે.જે.આલ્ફોન્સ યુનિટીની મુલાકાત લેશે.

રાજપીપળા : ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ આજે લોકાર્પણ બાદ ત્રીજીવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.તેઓ આજે સહપરિવાર પધાર્યા હતા આજે નાાલની જાહેર રાઓ હોય રાજયપાલની મુલાકાત ગોઠવાઈ હતી. તેઓ મોટર માર્ગે કેવડિયા પહોંચ્યા હતા. સૌ પ્રથમ તેઓનુ સર્કિટહાઉસ ખાતે તંત્ર દ્વારા ગાર્ડઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાંથી તેઓ સુરક્ષા વચ્ચે સીધા વેલીઓફ ફ્લાવર પહોંચયાં હતાં, ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી સ્ટેચ્યુની વ્યૂહ ગેલેરી, પ્રદર્શન નિહાળી જેમને પોતાના મંતવ્યો પણ વિઝીટ બુક માં લખ્યા હતા.તેમની સાથે SOU ના મુખ્ય અધિકારી આઈ.કે.પટેલ, જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા, નર્મદા નિગમના ચીફ ઈજનેર એચ.કે વ્યાસ, આર.જી.કાનુંગો સહીત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

સ્ટેચ્યુ ની મુલાકાત દરમ્યાન રાજ્યપાલ ઓપી કોહલી એ જણાવ્યું હતું કે સરદાર સાહેબની પ્રતિમા એક અદભુત રચના છે.આ મૂર્તિની કલ્પના કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભીનંદન પાઠવ્યા હતા.પ્રતિમાનું નિર્માણ કરનાર શિલ્પી સુતાર ને પણ અભિનંદન પાઠવ્યા હતા.સરદાર સાહેબ લોહપુરુષ હતા આપણે સૌએ આ લોહતત્વ બધામાં ઉતારવું જોઈએ.અને દેશની એકતા અને અખંડિતતાને તોડનાર શક્તિઓ સામે લઢવા આ લોહતત્વનો ઉપયોગ કરવા અપીલ કરી.અને હું પ્રભાવિત થયો છું અને પ્રત્યેક ભારતીયએ અહીંની મુલાકાત લેવી જોઈએ તેવી પણ અપીલ કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY