જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા જાતે હાજર રહી અસરકારક કામગીરી કરાવી
ભાવનગર પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમાર દ્વારા પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ કરવાની સુચના આપેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમ,બોટાદ એલ.સી.બી./એસ.ઓ.જી.ના પો.ઇન્સ.એચ.આર.ગોસ્વામી,પાળીયાદ પો.સ્ટે.ના પો.સ.ઇ. એન.સી.સગર તથા ઢસા પો.સ્ટે.ના પો.સ.ઇ.વી.એમ.કામળીયા તેમજ બોટાદ જીલ્લાના પોલીસ કર્મચારીઓ દ્વારા ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની બદીને નાબુદ કરવા અંગે અલગ અલગ જગ્યાઓએ બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન પાટણા માલજીના ગામના ચાલુ સરપંચના પતિ નરેન્દ્રસિંહ ઉર્ફે બબાભાઇ વિભાજી ગોહીલ રહે.પાટણા તા.ગઢડા જી.બોટાદ ના રહેણાંકી મકાનમાંથી દેશી દારૂ લીટર ૦૧ કી.રૂ.૨૦/- તેમજ ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની ૨૫ બોટલ તથા ૩૭૫ એમ.એલ.ની ૨૮ બોટલ એમ નાની મોટી કુલ બોટલો નંગ-૫૩ જેની કી.રૂ.૧૫,૬૦૦ મળી આવતા તેના વિરૂધ્ધમાં અલગ અલગ બે કેસો કરવામાં આવેલ તેમજ માનસીંગભાઇ શંભુભાઇ સાથળીયા દે.પુ. રહે.સીતાપર તા.ગઢડા જી.બોટાદ વાળાના પોતાના કબ્જાની સુઝુકી મો.સા.ની ડેકીમાં દેશી દારૂ લીટર ૨ કી.રૂ.૪૦ તથા મો.સા. જેની કી.રૂ.૧૦,૦૦૦મળી આવતા તેના વિરૂધ્ધમાં કબ્જાનો કેસ કરવામાં આવેલ તેમજ હરેશભાઇ રામજીભાઇ ડાભી રહે.ઢસા ગામ ડાવરીયા શેરી ચોરાપાસે તા.ગઢડા જી.બોટાદ વાળા વિરૂધ્ધમાં દારૂ પીધેલાનો કેસ કરવામાં આવેલ તેમજ સુરેશભાઇ ભારથીભાઇ દે.પુ. રહે.શીતળાપરા ઢસા ગામ તા.ગઢડા જી.બોટાદ વાળાના રહેણાંકી મકાનમાંથી દેશી દારૂ લીટર-૧૦ કિ.રૂ.૨૦૦ તથા દેશી દારૂ ગાળવાનો આથો ૩૦ લીટર જેની કી.રૂ.૬૦ તથા પતરાના ડબ્બા નંગ-૦૨ જેની કિ.રૂ.૧૦મળી આવતા તેના વિરૂધ્ધમાં કબ્જાનો કેસ કરવામાં આવેલ તેમજ જેમીનભાઇ રતીલાલભાઇ વીરડીયા રહે.રીવર વ્યુ સોસાયટી, સરથાણા જકાતનાકા સુરત વાળાના વિરૂધ્ધમાં દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવું તથા તેની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અડધી બોટલ મળી આવતા અલગ અલગ બે કેસો કરવામાં આવેલ તેમજ નિતીનભાઇ દુર્લભભાઇ પટેલ રહે. રેટલાવ ગામ પોસ્ટે. ઉદ્દવાડા જી.વલસાડ વાળા વિરૂધ્ધમાં પીધેલાનો કેસ કરવામાં આવેલ તેમજ પરેશભાઇ ચંદુભાઇ ત્રાપસીયા રહે.રામનગર, ખોડીયારનગર પાસે વરાછા સુરત વાળા વિરૂધ્ધમાં પીધેલાનો કેસ કરવામાં આવેલ તેમજ રાજેન્દ્રસિંહ અખુભા ગોહીલ રહે.પાટણા ગામ તા.ગઢડા જી.બોટાદ વાળાના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બોટલની કી.રૂ.૨૦૦ મળી આવતા તેના વિરૂધ્ધમાં કબ્જાનો કેસ કરવામાં આવેલ હતો. તેમજ જાકીરભાઇ બાબુભાઇ મજેઠીયા રહે.ખત્રીવાડ અમરેલી તથા વિજયભાઇ હસુભાઇ ઝાપડીયા રહે.બહારપરા અમરેલી વાળા બંન્ને ઇસમોએ ટોરસ ગાડીમાં કૃરતા પુર્વક ભેંસ નંગ-૮ ભરતા તે બંન્ને વિરૂધ્ધમાં પશુ પ્રત્યે ઘાતકી પણુ અટકાવવાની કલમ ૧૧(D,E,L) તથા ઇપીકો ક. ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો સમગ્ર પોલીસ કાફલા સાથે ઢસા ચોકડી ખાતે બ્રેથ-એનલાઇઝરનો ઉપયોગ કરી સઘન વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવેલ હતુ જેમા જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા જાતે હાજર રહી અસરકારક કામગીરી કરાવેલ હતી
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર(બોટાદ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





