સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રવાસન મંત્રી : કહ્યું પ્રતિવર્ષ 50 લાખ પ્રવાસી આવશે
રાજપીપલા : સ્ટેચ્યુ પફ યુનિટીના લોકાર્પણ બાદ એક બાદ એક vvip મુલાકાત લઈ રહ્યા છે.આજે તેના ભાગરૂપે કેન્દ્રીય પ્રવાસનમંત્રી કે.જે.આલ્ફોન્સ sou પહોંચ્યા હતા.તેઓની સાથે યુનિટી તેમજ જિલ્લા પ્રશાસન પણ જોડાયું હતું.આલ્ફોન્સે જણાયું હતું કે સમગ્ર ભારતને એક કરનારની પ્રતિમા નિહાળી એક ભારતીય તરીકે ગર્વ થાય છે.પ્રધાનમંત્રીની આશા છે કે પ્રતિવર્ષ 50 લાખ પ્રવાસી આવશે.દરેક પ્રવાસી અહીંયા ત્રણ દિવસ રોકાય તે રીતની વ્યવસ્થા કરાશે.નર્મદા જિલ્લાને કેન્દ્ર સરકાર પ્રવાસન વિકસાવવા માટે આર્થિક મદદ કારશેની જાહેરાત કરી હતી.જેનાથી સ્થાનિક અને દેશા અર્થતંત્રને ફાયદો થશે.સરકારની ઈા છે કે વિદેશી નહી પણ ભારતીય પ્રવાસીઓ વધુ ને વધુ આકર્ષાય,પ્રવાસન ક્ષેત્રે ગુજરાત સરકારે સારામાં સારું કામ કર્યું છે.આગામી 2 વર્ષમાં 10 કરોડ લોકો યુનિટીની મુલાકાત લેશે.જો કે પ્રવાસન મંત્રી જ્યારે સોવેનિયર શોપ પર પહોંચ્યા ત્યારે તેઓએ ત્યાંથી યુનિટીના માર્કા સાથેની ટીશર્ટ અને કોફી મગની ખરીદી કરી જાતે પોતાના પાકિટમાંથી પૈસા ચૂકવ્યા હતા.જો બાજુમાં ઉભેલા મહિલા પ્રવાસીએ ટીશર્ટ મોંઘી હોવાની વાત અંગે ધ્યાન દોરતા તેઓએ પણ આ વાત ને સ્વીકારી આ લોકો દેશના પ્રવાસનમંત્રી પાસેથી પણ વધુ પૈસા લઈ રહ્યા હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો.જે બાદ તેઓએ એમ પણ જણાવ્યું કે,ખરેખર દરેક વસ્તુના ભાવ સામાન્ય માણસને પોસાય તેવા હતા.આ તમામ બાબતો કેમેરામાં રેકોર્ડ થઈ છે.જો કે આ અંગે તેઓએ કેમેરા સામે કહી પણ કેહવાની ના પાડી હતી
બૉક્સ : પ્રવાસન મંત્રી જ્યારે સોવેનિયર શોપ પર પહોંચ્યા ત્યારે તેઓએ ત્યાંથી યુનિટીના માર્કા સાથેની ટીશર્ટ અને કોફી મગની ખરીદી કરી જાતે પોતાના પાકિટમાંથી પૈસા ચૂકવ્યા હતા. ત્યારે બાજુમાં ઉભેલા મહિલા પ્રવાસીએ ટીશર્ટ મોંઘી હોવાની વાત અંગે ધ્યાન દોરતા તેઓએ પણ આ વાત ને સ્વીકારી પણ કેમેરા સામે ચુપકીદી સેવી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




