નવા વર્ષમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા
ન્યુ દિલ્હી,તા.૨૬
પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો થતો હોવાનું છેલ્લા એક મહિનાથી ચાલુ છે. આવતા એક મહિનામાં પેટ્રોલ ૬ રૂપિયા સુધી સસ્તુ થઇ શકે છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ સસ્તું થઇ ગયું છે. તો અમેરિકા ડોલરની સરખામણીએ રૂપિયામાં મજબૂતી આવી છે. એટલા માટે એક્સપટ્ર્સ માની રહ્યા છે કે દેશમાં પેટ્રોલ ૬ રૂપિયા સુધી સસ્તું થઇ શકે છે. તમને જણાવી દઇએ કે છેલ્લા ૨ મહિનામાં પેટ્રોલના ભાવમાં ૧૪ રૂપિયાનો ઘટાડો થયો છે.
એક મીડિયા રિપોર્ટસ અનુસાર ગ્લોબલ માર્કેટમાં ગ્રોથને લઇને જારી ચિંતાઓના કારણે તેલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. ૩ ઓક્ટોબરે કાચું તેલ આ વર્ષે ઉપરી સ્તર ૮૬.૭૪ ડોલર પ્રતિ બેરલ હતું. જ્યારે હવે ૪૨ ટકા ઘટીવે કિંમત ૫૦ ડોલર પ્રતિ બેરલ આવી ગઇ છે.
મતલબ સ્પષ્ટ છે કે દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૬૩ રૂપિયા પ્રતિ લીટર સુધી આવી શકે છે. જ્યારે ડીઝલના ભાવ ૫૬ રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર આવવાનું અનુમાન છે.
અધિકારીના જણાવ્યા અનુસાર કાચું તેલ અહીંથી ૪૭ ડોલર પ્રતિ બેરલ સુધી આવી શકે છે. એવામાં રૂપિયો વધારે સસ્તો થઇ શકે છે. એક અમેરિકન ડોલરની સરખામણીએ રૂપિયા ૬૯ રૂપિયા સુધી મજબૂત થઇ શકે છે. એવામાં ઘરેલૂ સ્તર પર પેટ્રોલના ભાવ ૬ રૂપિયા સુધી ઓછું થવાનું અનુમાન છે.
ઓયલ માર્કેટિંગ કંપનીઓ ત્રણ આધાર પર પેટ્રોલ અને ડીઝલના રેટ્સ નક્કી કરે છે. પહેલા ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ. બીજું દેશમનાં ઇમ્પોર્ટ કરતી વખતે ભારતીય રૂપિયાની ડોલરની સરખામણી કિંમત. આ ઉપરાંત ત્રીજા આધાર ઇન્ટરનેશનલ મનાર્કેટમાં પેટ્રોલ ડીઝલનો શું ભાવ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



