નર્મદા જીલ્લા સાગબારાના વૃદ્ધ અને તિલકવાડાની યુવતી ગુમ થતા પરિવારે પોલીસનો સહારો લીધો 

0
285

સાગબારા જાવલીના વૃદ્ધ ત્રણેક વર્ષથી અસ્થિર મગજના હતા અને તિલકવાડા સાવલીની યુવતી ખેતરે ગયા બાદ પરત ન ફરી 

રાજપીપળા: નર્મદા જિલ્લામાં બે અલગ અલગ તાલુકાઓમાં એક વૃદ્ધ સહીત એક યુવતી મળી કુલ બે વ્યક્તિઓ ગુમ થતા પરિવારજનો એ પોલીસનો સહારો લીધો હતો.

જેમાં પોલીસ દફ્તરે નોંધાયેલ જાહેરાત મુજબ સાગબારાના જાવલી ગામેથી જોલુભાઈ વેલજીભાઇ વસાવા (ઉં.વ.82) છેલ્લા ત્રણેક વર્ષ થી અસ્થિર મગજ ના થઈ જતા ગત તારીખ 6 ડિસેમ્બરે ઘરેથી કોઈને પણ કઈ કહ્યા વગર ક્યાંક ચાલી ગયા હોય આજદિન સુધી પરત ઘરે ન આવતા ઘણી તપાસ બાદ કોઈ પત્તો ન લાગતા પરિવારે પોલીસ માં જાણ કરી હતી.

જયારે બીજી ઘટના તિલકવાડાના સાવલી ગામે બની જેમાં ત્યાંના ખેડૂત ધનાભાઇ નારણભાઇ ભીલ ની દીકરી રંજનબેન (ઉં.વ.21) ગત તારીખ 19 ડિસેમ્બરે ઘરેથી રોટલા આપવા ખેતરે ગઈ પરંતુ ખેતરે થી ઘરે પરત ન આવતા એની શોધખોળ કરવા છતાં તેનો કસે પત્તો ન લાગ્યો માટે પરિવારે પોલીસ મથકે જાહેરાત આપી હતી .આમ નર્મદા જિલ્લામાં એક વૃદ્ધ અને એક યુવતી ઘરે કઈ પણ કહ્યા વિના લાપતા થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY