શરત ભંગ કરનાર કોન્ટ્રાક્ટરો પાસે રિકવરી કરવા માગ
સુરત, તા. ૨૮
સુરત મહાનગરપાલિકા, સુરતમાં નવા ટ્રેક્ટર ભાડે લેવાના ટેન્ડરની શરત મુજબ ૩૫ એચપીથી અોછામાં કેપેસિટીના અને આર.ટી.અો.ના નિયમ મુજબ લેવા અને જૂના કોન્ટ્રાક્ટમાંï રીકવરી કરવા બાબતે મનપા કમિશનરે સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકે જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકામાં નવા ટ્રેક્ટરના કોન્ટ્રાક્ટરમાં ટ્રેક્ટર ભાડેથી મૂકવાની શરૂઆત થવાની છે જે ટેન્ડરના નીતિ નિયમ મુજબ ૩૫એચપીથી અોછી કેપેસિટીના ટ્રેક્ટરના મોડલો ટેન્ડરના નિયમ મુજબ ચાલશે નહીં તેવી શરતો ટેન્ડરમાં મહાનગરપાલિકાએ ïનક્કી કરેલ છે, પરંતુ આ શરતોનું પાલન કરવામાં આવતું નથી. જેનાથી સુરતના લોકોના આરોગ્ય, કોર્પોરેશનનું આર્થિક હિત જળવાતું નથી. આ સરકારની નિયત કરેલી બુધની ટેસ્ટિંગ એજન્સી પાસે રિપોર્ટ ચકાસણી કરાવવી જાઈએ. જેનાથી ટેન્ડરના નીતિ નિયમોનું પાલન કરાવી શકાય. અગાઉïના કેટલાક કોન્ટ્રક્ટરો તથા ડિલરોના મેળાપીપણાથી આર.સી. બુકમાં ૩૫ એચ.પી. લખાવેલું હોય એવું દેખાઈ આવે તેમ છે તો આ બાબતની તપાસ થાય તો સ્પષ્ટ ખ્યાલ આવી જાય. અને કાયદેસરરનું નિયમ મુજબની કામગીરી થાયï. તો આપશ્રી કોન્ટ્રાક્ટરો પાસેથી જે મોડલનું ટ્રેક્ટર કોન્ટ્રાક્ટરમાં મૂકનાર હોય તે ટ્રેકનું સરકારના બુધની ટેસ્ટિંગના રિપોર્ટમાં ૩૫ એચ.પી. છે કે નહીં તે ચકાસણી કરીને જ લેવા અને વાહન ૪ના નિયમ મુજબ ટર્મ અને ૩ એ અને અોઆઈબી બ્રેક જેવા અનેક ફ્યુટરોની ચકાસણી કરી નવા કોન્ટ્રાક્ટરમાં સમાવેશ કરવા અને અગાઉ કોન્ટ્રાક્ટમાં ઉપર મુજબના મોડલ ભાડે લેવામાં આવ્યા હોય તો તેનું ચૂકવણી કરવામાં આવ્યું હશે. તો આ બાબતમાં ટેન્ડરના નીતિ નિયïમ ગંભીર ગેરરીતિ હોય આવા બિલમાં રિકવરી કરાવવી અથવા ભરેલ સિક્યુરિટી ડિપોઝીટ છૂટી કરતાં પહેલા રિકવરી કરવી જાઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



