રાજપીપળા ખાતે નવા મકાનમાં કાર્યરત નાંદોદ તાલુકા સેવા સદનમાં મોદીના સ્વછતા અભિયાનના ધજાગરા 

0
33

નાંદોદ મામલતદાર કચેરીના નવા મકાનના ઉદ્ઘાટનના બે વર્ષ બાદ કચેરીઓ કાર્યરત પરંતુ અતિશય ગંદકી 

2.90 કરોડ જેવી માતબર રકમથી તૈયાર થયેલી નવી નાંદોદ તાલુકા સેવા સદન કચેરીમાં ટૂંક સમય પહેલાજ કચેરીઓ ત્યાં શિફ્ટ થઈ પરંતુ ત્યાં અતિશય ગંદકી 

રાજપીપળા :રાજપીપળા ખાતે નાંદોદ મામલતદાર કેે પુરવઠા મામલતદાર કચેરીમાં જગ્યાના અભાવે અરજદારોના જરૂરી દસ્તાવેજો જથર વથર મુકાા હતા ત્યારે લઘભગ બે વર્ષ પેહલા નવી કચેરી નું ઉદ્ઘાટન થયું હોવા છતાં કચેરીઓ જુના મકાનમાંથી નવામા જતા બે વર્ષનો સમય નીકળી ગયા બાદ હાલ ત્યાં અતિશય ગંદકી ફેલાઈ ચાર ત્યારે થોડા સમય પેહલા કચેરીઓ નવા મકાનમાં કાર્યરત તો કરી પણ ગણતરીના સમયમાં ત્યાં એટલી હદે ગંદકી થઈ કે એના કરતા જુના અને ખખડધજ મકાન માં કાર્યરત કચેરી ઘણી સારી હતી એમ લાગ્યું

નવી બિલ્ડીંગમાં શરુ કરાયેલી કચેરીઓમાં આડેધડ મુકેલા દસ્તાવેજોના પોટલાં અને દીવાલો પર પાન પડીકી ખાઈ મારેલી પિચકારીઓ સહીત સફાઈનું તો નામોનિશાન જણાંતું

નથી ત્યારે આ ગંદકી કોને કરી…? આવતા અરજદારો કે કચેરીઓના સ્ટાફે કરી એ સવાલનો જવાબ કોણ આપે…? કેમ કે ભારત દેશ માં એક બીજા પર ટોપલા નાખવા ટેવાયેલા સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ જાણે આંખે પાટા બાંધી આ બિલ્ડિંગમાંથી જતા આવતા હશે જેથી ત્યાં ફેલાયેલી ગંદકી કોઈને નજરે આવતી નથી આ નવી બિલ્ડિંગની અંદર અને બહાર અતિશય ગંદકી ક્યારે હટશે…? શું ત્યાં કોઈ સફાઈ કામદારો નથી…? કે કોઈને સફાઈ બાબતનો કોન્ટ્રાક આપ્યો નથી અને જો આપ્યો હોય તો અધિકારીઓને આ ગંદકી કેમ જણાતી નથી…? ત્યાં બેસતા મામલતદાર કે નાયબ મામલતદારો કદાચ પી એમ મોદીના સ્વછતા અભિયાનને ભૂલી ગયા લાગે છે …!! જિલ્લા કલેક્ટર આ બાબતે ત્યાંના અધિકારીઓની આંખે બાંધેલા પાટા હટાવવા નોટિસ આપશે…?

બોક્ષ: આ ગંદકી બાબતે પૂછવા મામલતદારનો સંપર્ક ન થઈ શક્યો

આ ગંદકી બાબતે ઇન્ચાર્જ મામલતદાર ભાટિયાનો ટેલિફોનિક સંપર્ક કરવા અમે પ્રયાસ કર્યો પરંતુ એમને ફોન ન ઉપાડ્યા અમે આ માટે બિલ્ડીંગ ઉભું કરનાર માર્ગ મકાન વિભાગના અધિકારી સાથે વાત કરી તો કંઈક આવો જવાબ મળ્યો.

બોક્ષ : અમે ઘણી વખત ત્યાં સફાઈ કરાવી છે : ડી એ પાડવી

માર્ગ મકાન વિભાગના અધિકારી ડી એ પાડવી એ જણાવ્યું કે અમે આ મામલતદાર કચેરીનું બિલ્ડીંગ મામલતદાર ને સોંપ્યું ત્યારબાદ ત્યાંથી રજુઆત થતા ઘણી વખત અમારા માણસો મૂકી ત્યાં સફાઈ કરાવી છે પરંતુ એ અમારે જવાબદારી માં નથી આવતું હવે મામલતદારે ત્યાં આઉટસોર્સ કર્મચારીઓ રાખી કર એમની રીતે સફાઈ કરાવવી પડે અમે ક્યાં વારંવાર ત્યાં સફાઈ કરાવીશુ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY