રાજપીપલા શહેર માં શ્રીગુંસાઈજીના 504મા પ્રાગટ્યોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજપીપળાના વૈષ્ણવો દ્વારા ઉજવણી કરાઈ ઉજવણી અંતર્ગત શોભાયાત્રા જગદીશભાઈ રમણલાલ શાહના નિવાસ્થાને દરબરરોડથી કાઢવામાં આવી જે રાજપીપલા વૈષ્ણવ હવેલી ખાતે પહોંચી જેમાં ખુબજ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ભાગ લીધો

રાજપીપલા ;- રાજપીપળામાં શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વ એટલે કે જલેબી મહોત્સવની ઉજવણી જગદીશભાઈ રમણલાલ શાહ ના યજમાન પદે ભારે ભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વ નિમિત્તે સાંજે 5 કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈષ્ણવો ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા દરબાર રોડથી નિકળી નગર વિહાર કરી વૈષ્ણવ મંદિર શ્રીનાથજીની હવેલીએ પહોંચી હતી જ્યાં ભક્તો એ દર્શન કરી મહાપ્રસાદી નો લાભ લીધો હતો સાંજના સમયે શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે રાજપીપલાના શ્રીનાથજી મંદિર ખાતે ભક્તોનો ભારે ઘસારો રહેવા પામ્યો હતો.સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલા ના વૈષ્ણવો તથા પ્રમુખ તેજશભાઈ ગાંધી અને સભ્યો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ અને શ્રી ગુંસાઈજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




