દેડીયાપાડાની સરકારી હોસ્પિટલના કૅમ્પમાં કુટુંબનિયોજનના ઓપરેશન બાદ મહિલાનું મોત થતા ડોક્ટર પર આક્ષેપ

ડોક્ટરની ભુલના કારણે મોત થયું હોવાના આક્ષેપ બાદ પોલીસે મહિલાના મૃતદેહને સુરત ફોરેન્સિક વિભાગમાં પીએમ માટે મોકલ્યો
ઓપરેશન માટે ચીરો મુક્યા બાદ મહિલા ગર્ભવતી હોવાનું ડોક્ટરને ખબર પડી એમ પરિવારનું કહેવું, પીએમ રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે .
રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની સરકારી હોસ્પિટલ ખાતે કુટુંબનિયોજનના ઓપરેશન માટે ગયેલી શાંતાબેન સુરેશભાઇ વસાવા (ઉ.વ 36) રહે-બોગજનું ,ડેડીયાપાડાનું ઓપરેશન બાદ મોત થતા ડોક્ટરની ભૂલ હોવાનો પરિવારજનો એ આષેપ લગાવા અનેક સવાલ ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 29 ડિસેમ્બરના રોજ ડેડીયાપાડા સરકારી દવાખાને કુટુંબનિયોજનનુ ઓપરેશન કરાવ્યા બાદ શાંતાબેનને રજા આપતા પોતાનાધરે જતા રહેલ પરંતુ ઘરે ગયા બાદ પેટમાં દુખાવો અને ઝાડા ઉલ્ટી થતા ફરી ડેડીયાપાડા સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરેલ જ્યાં સારવાર દરમ્યાન શાન્તાબેનનું મોત થતા આ બાબતે તેમના પતિ સુરેશભાઈ ગોમાભાઈ વસાવાએ ડેડીયાપાડા પોલીસમાં ફરિયાદ આપી હતી .જોકે પોલીસે હાલ અ.મોત દાખલ કરી સત્ય હકીકત બહાર લાવવા મરનારના પીએમની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે મૃતક શાંતાબેનના પરિવારનો એવો આક્ષેપ છેકે ઓપરેશન બાદ તેમને ઝાડા ઉલ્ટી થયા અને મોત થયું પરંતુ ઓપરેશન માટે ચીરો મુક્યા બાદ ડોક્ટરને ખબર પડી કે તે ગર્ભવતી છે છતાં ડોક્ટરે કુટુંબનિયોજનનું ઓપરેશન કર્યું માટે તેમનું મોત થયું છે.માટે આ મોત માટે પરિવારજનો ડોક્ટરને જવાબદાર ગણાવતા હોવાનું બહાર આવતા ડેડીયાપાડા પોલીસે મૃતક મહિલાનું પીએમ સુરત ફોરેન્સિક વિભાગમાં કરાવવા શાંતાબેનના મૃતદેહને મોકલ્યો છે હવે પીએમ રિપોર્ટ બાદ સત્ય હકીકત બહાર આવશે એમ ડેડીયાપાડા પીએસઆઇ ગળચરનું કહેવું છે.ત્યારે આ મોત માટે ખરેખર ડોક્ટર જવાબદાર છે…? ઓપરેશન કરનાર ડોક્ટર કોણ..? પરિવારજનોનો આક્ષેપ સાચો છે…? તે રહસ્ય હાલ અકબંધ છે પરંતુ સુરતથી પીએમ રિપોર્ટમાં સાચી હકીકત શું આવશે તેની સૌ રાહ જોઈ રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





