ભારતીય સેના વિરુદ્ધ મોટું ષડ્યંત્રણ રચવાના કાવતરાનો પર્દાફાશ,મોટા પ્રમાણમાં દારૂગોળો મળી આવ્યો
ભારતીય સેનાએ પાકિસ્તાનને કહ્યુ ઘૂસણખોરોના મૃતદેહ પાછા લઈ જાઓ,ઘૂસણખોરોએ પાક.સેનાનો પોષાક પહેર્યો હતો
શ્રીનગર,તા.૩૧
જમ્મુ-કાશ્મીરના નૌગામ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારતીય સેનાને એક મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ પાકિસ્તાની સેનાનો પોષાક પહેરેલા ઘુસણખોરોને ઠાર કર્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘુસણખોરો પોતાની બર્બરતા માટે બદનામ પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ (BAT)ના સભ્યો હતા અને ભારતીય સેના વિરુદ્ધ મોટું ષડયંત્ર રચવાની તૈયારીઓમાં જ હતા. ભારતીય સેનાના જડબાતોડ જવાબમાં બે પાકિસ્તાની સૈનિકો ઠાર થયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ઘુસણખોરો નિયંત્રણ રેખા પાસે આવેલા ઘનઘોર જંગલો અને પહાડી વિસ્તારોમાંથી ભારતીય સીમામાં પ્રવેશ કરી રહ્યા હતા અને તે જ સમયે પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થયો. આ ઘુસણખરો જ્યારે ભારતીય સીમામાં પ્રવેશ કરતા હતા તે સમયે પાકિસ્તાની સેના દ્વારા જબરજસ્ત ગોળીબાર અને ભારે હથિયારો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો હતો જેથી ભારતીય સેનાનું ધ્યાન ઘુસણખોરી કરનારા પાકિસ્તાની ઘુસણખોરો તરફ ન જાય.
આ ઘુસણખોરો પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. જેના પર પાકિસ્તાનની સેનાના નિશાન છે. જેના પર ઘુસણખોરોએ પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધ દરમિયાન પહેરવામાં આવતો પોષાક પહેરી રાખ્યો હતો. તેમાંથી કેટલાક ઘુસણખોરોએ ભારતના બીએસએફ અને ભારતીય સેનાના જૂના પોષાક પર તેમનો યુનિફોર્મ પહેર્યો હતો.
જો કે, હજી સુધી ભારતીય સેનાએ કુલ કેટલા પાકિસ્તની ઘુસણખોરો ભારતમાં આવ્યા હતા અને કેટલાને ઠાર કર્યા છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર નથી કરી. આ દરમિયાન સેનાનું કહેવું છે કે તેઓ પાકિસ્તાનને કહેશે કે પોતાના ઘુસણખોરોના મૃતદેહ પાછા લઈ જાઓ કારણકે તેમના પોષાક પરથી એવું લાગી રહ્યું છે.
સેનાના એક અધિકારીનું માનવું છે કે પાકિસ્તાને પોતાના સ્નાઇપર્સની ટ્રેનિંગમાં ઘણો સુધારો કર્યો છે અને જે રીતે પાકિસ્તાન એલઓસી પર સ્નાઇપર્સ એટેક દ્વારા હાવિ થતું દેખાય છે તેનાથી સ્પષ્ટ થાય છે કે પાક. શ્રેષ્ઠ તાલીમ ધરાવતા સૈનિકોનો સ્નાઇપર એટેકમાં ઉપયોગ કરી રહ્યું છે.
બોર્ડર એક્શન ટીમ” આ ટીમ અંગેની જાણ પહેલી ઓગસ્ટ ૨૦૧૩ના રોજ ભારતીય સેનાને થઈ હતી. ત્યારે આ ટીમ એલઓસી પર પટ્રોલીંગ કરી રહેલી ભારતીય સેનાની ટુકડી પર હુમલો કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




