નાંદોદ સેવા સદનના મકાનમાં એક બાદ એક સમસ્યા તો કરોડોનો ખર્ચ ક્યાં કરાયો…?!

0
28

2.90 કરોડોના ખર્ચે બનેલા નાંદોદ સેવાસદનના નવા મકાનમાં એક મહિનાથી પાણી માટે ફાંફા,આ નવા બિલ્ડીંગની પાણીની મોટર પણ અલગ નથી…!!

સફાઈ બાબતે વગોવાયેલી આ ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી બિલ્ડીંગમાં પાણીની વધુ એક સમસ્યા જેમાં એક મહિનાથી મોટર બગડેલી હોવાનું જાણવા મળ્યું 

તંત્રના અધિકારીઓ નવા બાંધકામ કે અન્ય નવા વિકાસના કામો કર્યા બાદ પાંચ ફરીને જોવા તૈયાર નથી ત્યારે ફરી નવા કામોમાંજ એમને કેમ વધુ રસ હોય છે…?

રાજપીપળા: એક તરફ પીએમ મોદી દેશનો વિકાસ જંખી રહ્યા છે ત્યાં ગુજરાતમાં ફાલેલો ભ્રાચાર હદ વટાવી રહ્યો હોય બિચારા એકલા પી એમ શું કરે…? માટે હવે રજાએ પણ વધુ જાગૃત થઈ રસ્ટાચારીયો સામે લડત ઉપાડવી પડશે કેમકે રાજપીપળા ખાે ત્રણેક કરોડના ખર્ચે તૈયાર થયેલી નાંદોદ સેવા સદન કચેરીમાં ગંદકી બાદ હવે પાણીની તકલીફ એક મહિનાથી ઉભી થઈ છે જેમાં મોટર બગડી હોવાનું જાણવા મળ્યુ છે ત્યારે કરોડોના ખર્ચે બનેલી આ બિલ્ડીંગ માં કચેરીઓ શરુ થયાને માંડ બે ત્રણ મહીનાજ થયા હશે ત્યાં એક બાદ એક તકલીફ આવતા કરોડોનો ધુમાડો થયો હોય એમ લાગી રહ્યું છે ત્યારે ત્રણ કરોડના ખર્ચે બનેલી આ બિલ્ડીંગ ના વપરાશ માટે કોઈ અલગ પાણીનો બોર જે અલગ મોટર પણ નથી ફક્ત ઉપર ટાંકી મૂકી છે જેમાં જૂની કચેરી ના પાણીના બોર માંથી મોટર મારફતે નવીમાં પાણી પોંહચાડે છે ત્યારે અલગ બોર કેમ ના બનાવાયો એ પણ એક સવાલ છે જોકે મકાન ઉભું કરાવનાર માર્ગ મકાન વિભાગ ના અધિકારી નવી બિલ્ડીંગ માટે અલગ મોટર કે બોર છેકે નહિ એ બાબતે અજાણ હોય એવા જવાબ આપે છે તો કોની દેખરેખ હેઠળ આ મકાન માટે ત્રણ કરોડનો ધુમાડો કરાયો…?!

બોક્ષ: નવા મકાનના પાણીની મોટર બાબતે અધિકારી અજાણ

2.90 કરોડની માતબર રકમે બનેલી આ બિલ્ડીંગનો પાણીનો બોર કે મોટર અલગ છે છેકે નહીં એ બાબતે માર્ગ મકાન વિભાગના અધિકારી પાડવી સાથે વાત કરતા એમને જણાવ્યું કે મોટર તો બે વાર રીપેર કરાવી પણ નવા બિલ્ડિંગમાં પાણી માટે મોટર અલગ છેકે નહીં એ ખ્યાલ નથી પરંતુ થોડા સમય પહેલાજ ત્યાં પાણીની તકલીફ માટે મોટર રીપેર કરાવી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY