અગસ્તા મામલે મોદી સરકાર ખોટું બોલી રહી છે, સોનિયા-રાહુલે નથી કરી દખલઃ પૂર્વ રક્ષા મંત્રી

0
22

ભાજપ સરકાર ખોટું બોલી રહી છે,તે એજન્સીઓનો ઉપયોગ કરે છે
ન્યુ દિલ્હી,તા.૩૧
અગસ્તા વેસ્ટલેન્ડ ડીલને લઈને યૂપીએ સરકાર દરમિયા રક્ષામંત્રી રહેલા એ કે એન્ટનીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સોમવારે એ કે એન્ટનીએ કહ્યું કે ભાજપ સરકાર ખોટું બોલી રહી છે, હું રક્ષામંત્રી હતો ત્યારે આ ડીલ થઈ હતી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ક્યારે પણ રક્ષા સમજૂતીમાં દખલ નથી કરી. તેઓએ કહ્યું કે, ભાજપ સરકાર ખોટું બોલી રહી છે. તે તેના માટે એજન્સીનો ઉપયોગ કરી રહી છે. આ ડીલ હું રક્ષામંત્રી હતો ત્યારે થઈ હતી. સોનિયા અને રાહુલ ગાંધીએ ક્યારે પણ ડિફેન્સ ડીલમાં હસ્તક્ષેપ નથી કર્યો. અગસ્તા જ ડીલ માટે યોગ્ય કંપની હતી, જ્યારે તેમાં ભ્રષ્ટાચારનો મામલો આવ્યો હતો તો મેં સીબીઆઈ તપાસના આદેશ આપ્યા.
એન્ટનીએ વધુમાં કહ્યું કે, અમે કોર્ટમાં કેસ જીત્યા. જેટલા પૈસા આપવામાં આવ્યા તેનાથી વધુ પરત લીધા. આ ઉપરાંત કોર્ટ દ્વારા અમે ત્રણ હેલિકોપ્ટર પણ જપ્ત કર્યા. અમે ડીલ કેન્સલ કરી અને કંપનીને બ્લેક લિસ્ટ કરી દીધી. મોદી સરકારે અગસ્તાને જ ડીલમાં પાર્ટનર બનાવી લીધી. મોદી સરકારે તેની પર કોઈ કાર્યવાહી ન કરી, પરંતુ તેનો પક્ષ લીધો. સોનિયા અને રાહુલ ગાંધીનું નામ લઈને તેઓ માત્ર રાજકારણ કરી રહ્યા છે.
આ ઉપરાંત એન્ટનીએ કહ્યું કે, જ્યારે અમે ભ્રષ્ટાચારનો મામલો જાણવા મળ્યો તો અમે કાર્યવાહી કરી. અમારો આ ટ્રેક રેકોર્ડ છે. રાફેલમાં ભ્રષ્ટાચારનો મામલો આવ્યો તો તેમણે શું કર્યું? જેપીસી ન બનાવવામાં આવી. જ્યારે અમારા સમયે આરોપ લાગતા હતા તો અમે તપાસ કરાવતા હતા, અમે સમજૂતી રદ કરી દીધી છે. આ લોકો ખોટું બોલી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY