બડવાની,તા.૧૩
મધ્ય પ્રદેશના બડવાની જિલ્લામાં બુધવારે રાતે આવેલા વાવાઝોડામાં દોઢ વર્ષનું એક બાળક ઉડી ગયું હતું. તે અંદાજે ૨૦૦ મીટરના અંતરે જઈને પડ્યું હતું. જેમાં તેનું મોત થઈ ગયું છે. બીજી બાજુ પાટનગર ભોપાલ સહિત ઘણાં રાજ્યોમાં વાવાઝોડું નોંધવામાં આવ્યું છે. અમુક જગ્યાએ પ્રી-મોનસૂન વરસાદ પણ થયો છે.
બડવાનીના પોલીસ ઈન્સપેક્ટર પ્રભારી સંતોષ સાંવલેએ જણાવ્યું કે, ફોગરા અને તેની પત્ની વલન ગામમાં એક ઝૂંપડીમાં રહેતા હતા. ઝૂંપડીમાં ટીન શેડમાં ઘોડિયું બાંધ્યું હતું અને તેમાં તેમનો દોઢ વર્ષનો દીકરો વિકેશ ઉંઘતો હતો. વાવાઝોડામાં ઝૂંપડી પડી ગઈ અને બાળક ટીન શેડ સાથે ઉડ્યું. તેના માતા-પિતાએ ઘણી મહેનત પછી બાળકને શોધ્યું અને પોલીસને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધી બાળકનું મોત થઈ ગયું હતું.
ભોપાલ સહિત ગ્વાલિયર, ચંબલ, માલવા-નિમાડ, વિંધ્યના ઘણાં વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી સાથે ધીમો વરસાદ થયો છે. ભોપાલમાં દિવસનું તાપમાન ૧.૪ ડિગ્રી ઘટી ગયું હતું. ગ્વાલિયરમાં દિવસનું તાપમાન ૮.૭ ડિગ્રી અને દતિયામાં ૧૦ ડિગ્રીનો ઘટાડો થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




