નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ વ્હાલા દવલાની નીતિથી કામ કરતા હોવાના આક્ષેપ 

0
162

એક તરફ ડીપીઈઓ પોતાનો કેટલોક સ્ટાફ બે કલાક વેહલો જાય તો બચાવ કરે છે ત્યારે બીજી તરફ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જતા શિક્ષકો પર જોહુકમી કેમ 

જિલ્લાના 2800 જેવા શિક્ષકો માટે ઈપેન ઓનલાઇન હાજરી ની શરૂઆત કર્યા બાદ જો શિક્ષક મોડા પડે તો ખુલાસા મંગાય છે જયારે એમનીજ કચેરીનો સ્ટાફ વહેલો જાય તો છાવરવા પાછળનું શું કારણ…?  

રાજપીપળા : નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગમાં ચાલતા અંધેર વહીવટ બાબતે અમારા રાજપીપળા પ્રિનિધિને વારંવાર ફરિયાદો મળી હોય સોમવારે પણ ટેલિફોનિક ફરિયાદ આવતા પ્રતિનિધિ સાંજે 4-35 વાગે ફરિયાદ મુજબ ડીપીઈઓની કચેરીમાં જઈ તપાસ કરતા ત્યાં ફરજ બજાવતા એક બેન હાજર ન હોય સ્ટાફને પૂછતાં ઘરે ગયા હોવાનું જાણવા મળ્યુ હતું ત્યારે પ્રતિનિધિએ સ્ટાફને પૂછ્યું કે બેનનો જવાનો સમય કેટલા વાગ્યાનો છે ત્યારે તમામ સ્ટાફ સાંજે 6 પછી છૂટતો હોવાનું જણાવ્યું છતાં આ બેન વેહલા જવા પાછળ નું શું કારણ…? એક તરફ જિલ્લાના 2800 જેવા શિક્ષકો કે જે ગ્રામ્ય વિસ્તાર માં ફરજ બજાવતા હોય એમના માટે ઈપેન હાજરીની શરૂઆત નવા શત્રથી લાગુ કરી છે તેમાં જો કોઈ શિક્ષક ોઈક કાોસર સ્કૂલમાં પાંચ દસ મિનિટ મોડા પડે તો આ હાજરી ઓનલાઇન હોય તરત ખુલાશો મંગાય છે જયારે બીજી બાજુ સાહેબની ઓફિસનો સ્ટાફ મનમાની કરી એક બે કલાક વેહલા મોડા આવે કે જાય તો સાહેબ એમનો કેમ બચાવ કરે છે…? એવા સવાલ કેટલાક શિક્ષકોમાં ચર્ચાઈ રહ્યા હતા.

બોક્ષ: આ બાબતે ડીપીઈઓ બી ડી બારીયા સાથે વાત કરતા એમને જણાવ્યું કે બેન મને કહીને વેહલા ગયા છે અને એમને ક્યારેક ફિલ્ડમાં પણ જવાનું થાય છે જોકે સ્ટાફના જણાવ્યા મુજબ બેન ઘરે નીકળી ગયા હતા અને જો સાહેબને કહીને ગયા હોય તો વેહલા જવાનો રિપોર્ટ કેમ ન મુક્યો…? એવો પણ સવાલ ત્યાં ચર્ચાયો હતો

બોક્ષ : સાથે એમ પણ ચર્ચા માં હતું કે બે કલાક જેવા વેહલા નીકળેલા બેન બીજા જિલ્લામાંથી આવતા હોય રોજ વહેલાંજ જતા રહેતા હોય છે ત્યારે જો આ વાત સાચી હોય તો શિક્ષણ વિભાગના અધિકારીઓ કેમ વ્હાલા દવલાની નીતિ અપનાવે છે…? એમની પોતાની કચેરીમાં પણ ઓનલાઇન હાજરી અને બીજા દરેક નિયમોનું પાલન કર્મચારીઓ પાસે કેમ કરાવતા નથી…? અમારા પ્રતિનિધિએ ફરિયાદ મુજબ તપાસ કરતા એક કર્મચારી વેહલા ગયાની વાત પકડાઈ હોવા છતાં અધિકારી કેમ લૂલો બચાવ કરતા હતા એ પણ એક સવાલ છે.ત્યારે આ બાબતે તપાસ થાય એ જરૂરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY