ભરૂચ ખાતે આગામી ૪ થી જાન્‍યુઆરીએ ગરીબ કલ્‍યાણ મેળો યોજાશે   

0
64

ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન – અમલીકરણ માટે વિવિધ વિભાગના અધિકારીઓની જિલ્લા વિકાસ અધિકારીના અધ્‍યક્ષપણા હેઠળ બેઠક મળી

ભરૂચઃગુજરાત રાજયની વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓના લાભ સીધા લાભાર્થીઓને મળી રહે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો કે.જે.પોલીટેકનીક કોલેજ, ભરૂચ ખાતે તા.૦૪/૦૧/૨૦૧૯ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યોજાશે. ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન – અમલીકરણ માટે વિવિધ વિભાગોના અધિકારીઓની જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષપણા હેઠળ જિલ્લા પંચાયત સમિતિખંડમાં બેઠક મળી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્‍થિત અધિકારીઓને તેમના વિભાગની વિવિધ યોજનાઓ અને તેના લાભાર્થીઓની યાદી સુનિશ્વિત કરવા ઓનલાઇન ડેટા એન્‍ટ્રી કરવા જણાવ્‍યું હતું. ગરીબ કલ્‍યાણ મેળા દરમ્‍યાન રાજ્‍ય સરકારની લોકોના કલ્‍યાણ માટેની ભાવના સાથે અમલી બનાવવામાં આવેલ પ્રત્‍યેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને સીધે સીધો મળી રહે તેવું સુદ્રઢ આયોજન કરી તમામ કામગીરી  નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા જણાવ્‍યું હતું.

આ બેઠકમાં ગરીબ કલ્‍યાણ મેળાના કાર્યક્રમના સ્‍થળે આવનાર લાભાર્થીઓની સંખ્‍યા, લાભાર્થીઓની ડેટાએન્‍ટ્રી લાભાર્થીઓની યાદી – તેમને આપવાના થતાં લાભો, સાધન સહાય ઉપરાંત ગરીબ કલ્‍યાણ મેળા દરમ્‍યાન કરવાની થતી કામગીરી બાબતે વિસ્‍તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના વહીવટદાર, પ્રાંત અધિકારી તથા સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ ઉપસ્‍થિત રહ્‍યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY