નર્મદા જિલ્લામાં પ્રાથમિક સહીત શાળા કોલેજમાં અમલ શરૂ : બાળકોમાં દેશભક્તિ લાવવાનો પ્રયાસ
રાજપીપળા : તાજેતરમાં કેન્દ્ર સરકારના માનવસંસાધન મંત્રાલય દ્વારા સૂચના મળતા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીઈઓ ડીપીઓને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે શાળા કોલેજો હાજરી બોલાતી હોય તો વિા્થીઓ દ્વારા જય હિન્દ અને જય ભારતનો શબ્દ પ્રયોગ કરે આ પ્રોગ ખાસ કરીને પ્રાથમિક બાળકો વધુ કરે જેનાથી બાળકોમાં નાનપણથી જ દેશ ભક્તિનું સિંચન થાય એવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. નર્મદા િલ્લામાં આ નિયમનું પાલન થઇ રહ્યું છે અને તમામ પ્રાથમિક શાળાના બાળકો હાલ જાય હિન્દ કે જય ભારત બોલી રહ્યા છે.
આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.બારીયા એ જણાવ્યું હતું કે તાજેતરમાં સરકાર દ્વારા સૂચના મળી છે શાળામાં હાજરી પૂરતી વખતે જય હિન્દ અને જય ભારત બોલવાની સૂચના મળી છે જેનો તમામ શાળાઓમાં અમલ શરૂ થઇ ગયો છે જેથી હાલ બાળકો ની સમયસર હાજરી લેવામાં આવે છે જેનો મતલબ કે બાળકો માં દેશ ભક્તિ આવે વફાદારી ને એકતા આવે એવો એક સહિયારો પ્રયાસ છે.
બોક્ષ : શૌચાલય છે સર … નો નિયમ અભરાઈએ છે ત્યારબાદ જિલ્લાની શાળાઓ માં જયહિન્દ નો નિયમ કેટલો ટકશે..?
બે વર્ષ પહેલા તત્કાલીન ડીડીઓ રણજિતકુમાર સીંહ દ્વારા જિલ્લાને ખુલ્લામાં શૌચ ક્રિયા મુક્ત એટલે જિલ્લો ODF જાહેર કરવા માટે બાળકો ને ખબર પડે કે શૌચાલય છે કે કેમ એ માટે શૌચાલય છે સર…જો શૌચાલય જેના ઘરમાં નથી તો શૌચાલય નથી સર કહી હાજરી પૂરાવવાનો નવતર અભિગમ કર્યો હતો હવે નવો અભિગમ જયહિન્દ જય ભારતનો કરાયો છે,ત્યારે શૌચાલયનો નિયમ તો હાલ અદ્રશ્ય હોય એમ લાગે છે પરંતુ ફરી જયહિન્દ વાળો આ ફતવો કેટલો લાગુ થશે અને ક્યાં સુધી અમલ રહેશે એતો આવનારા દિવસોજ બતાવશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





