ધડક બાદ જહાનવી કપુર હવે પિતાની ફિલ્મમાં હશે

0
168

મુંબઇ,તા. ૨૪
થોડાક સમય પહેલા મૃત્યુ પામેલી સ્ટાર અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જહાનવી આખરે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકી છે અને તેની પ્રથમ ફિલ્મ ધડક રજૂ પણ કરવામાં આવી ચુકી છે. આ ફિલ્મમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા કરવામાં આવી રહી છે. ફિલ્મને અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળી રહ્યો નથી પરંતુ જહાનવીની એÂક્ટગની પ્રશંસા થઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે ઇશાન ખટ્ટરની મુખ્ય ભૂમિકા છે. તેની પ્રથમ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ જહાનવી હવે બીજી ફિલ્મો સ્વીકારી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ તેની બીજી ફિલ્મ પિતા બોની કપુરની હોઇ શકે છે. બોની કપુર હવે જહાનવીને લઇને ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. બોની કપુરના નજીકના લોકોએ કહ્યુ છે કે ફિલ્મ નિર્માણ માટેની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. ફિલ્મમાં જહાનવીની ભૂમિકા અલગ પ્રકારની રહેશે. ધડક કરતા ફિલ્મ અલગ પ્રકારની રહેશે. ફિલ્મમાં તેના રોલને વધારે ગ્લેમર અંદાજમાં રજૂ કરવામાં આવી શકે છે. બોની કપુર નવી ફિલ્મ પર પાણીની જેમ પૈસા ખર્ચ કરનાર છે.જેથી તમામ લોકો કહી રહ્યા છે કે આ ફિલ્મ એટલી જ શાનદાર હોઇ શકે છે જેટલી મિસ્ટર ઇÂન્ડયાને બનાવવમાં આવી હતી. ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. જાહનવીની માતા શ્રીદેવીને બોલિવુડમાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ગણવામાં આવે છે ત્યારે શ્રીદેવી અને પુત્રી જહાનવી વચ્ચે તુલના કરવામાં આવે તે સ્વાભાવિક છે.
જહાનવી પોતે એક્ટિંગ કુશળતાને લઇને ગંભીર બનેલી છે. ફિલ્મને લઇને પ્રાથમિક તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. હોમ પ્રોડક્શનની ફિલ્મમાં અન્ય કલાકારો પણ ઘરમાંથી હોઇ શકે છે. જેમાં અનિલ કપુર અને અર્જુન કપુરનો સમાવેશ થાય છે. જા કે હજુ સુધી કોઇ ખાસ બાબત જાહેર કરવામાં આવી નથી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY