ભાજપ શાસનમાં ભ્રસ્ટાચાર ખદબદી રહ્યો છે, નિષ્ફળ સી.એમ રાજીનામુ આપે : કોંગ્રેસ 

0
20

રાજપીપળામાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન સાથે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરાયા 

રાજપીપળા : ગુજરાત રાજ્યમાં ભાજપ શાસનમાં ભરતી કૌભાંડ, પરીક્ષા કૌભાંડ,બેન્ક કૌભાંડ, કે ગામે ગામ ચાલતા વિકાસના કામોમાં કૌભાંડ, આમ રાજ્યમાં ્રસ્ટાચાર ખદબદી રહ્યો છે, જે બાબતને સી.એમ વિજય રૂપાણી એ પણ કબુલ્યું છે આવા આક્ષેપો અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસ દ્વારા રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ાજ્યના િષ્ફળ ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામુ આપે તેવી માંગ કરી છે ત્યારે રાજ્યમાં ફરી રાજકારણ ગરમાયુ છે અને કોંગ્રેસ પાસે લોકસભા પહેલા એક નવો મુદ્દો હાથ લાગ્યો છે. જોકે કોંગ્રેસ આ બાબતે ઉગ્ર આંદલન કરવાની ચીમકી આપી તેમના આ કૌભાંડમાં પ્રજા પિસાઇ રહી છે મોંઘવારીનો માર ઝીલી રહીછે તેમ કહી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ, કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ,પાલિકા પૂર્વ પ્રમુખ ભરત વસાવા, પ્રદેશ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઝોન અધ્યક્ષ ઈમ્તિયાઝ કાદરી, તિલકવાડા પંચાયત પ્રમુખ કપૂર ભીલ, પ્રકાશ વસાવા, જીગ્નેશ કોન્ટ્રાક્ટર સહીતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદે જણાવ્યું હતું કે રાજ્યમાં જ્યારથી ભાજપ સરકાર છે ત્યારેથી ભ્રસ્ટાચાર ખુબ વધી રહ્યો છે અને લોકો ત્રસ્ત છે શિક્ષિત બેરોજગારો, નોકરિયાત વર્ગ પણ ત્રસ્ત છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે આ સરકારમાં ભ્રસ્ટાચાર ખુબ વધી ગયો છે માટે મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દેવું જોઈએ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY