આગામી લોકસભા પહેલા ઉમરવાજોષી ગામને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો નહિ મળે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરીશુંની ચીમકી
રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના મોટાઆંબા ગ્રામપંચાયતમાં ઉમેરવાજોષી, મંડાણ અને ચિનકુવા ગામો આવેલા છે,જેમાં ઉમેરવાજોષી જ મોટું ગામ છે જેની વસ્તી 1000 થી વધુ છે જયારે મંડાણ અને ચિનકુવાને ભેગું કરીયે તો 2000, 2500 થી વધુ વસ્તી થાય ત્યારે આ ગામોને અલગ સ્વતંત્ર દરજ્જો મળે અલગ ગ્રામ પંચાયત મળે એ માટે ગ્રામજનો એ જિલ્લા કલેક્ટર, વિકાસ કમિશનર ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરી છે અને જો આગામી લોકસભા પહેલા ઉમરવાજોષી ગામને અલગ ગ્રામપંચાયતનો દર્જો નહિ મળે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરીશુંની ચીમકી આપી છે.
નર્મદા જિલ્લામાં અપવાદરૂપ આ એક ગ્રામપંચાયત છે કે મોટાઆંબા ગામથી લગભગ 4 કિમિ દૂર ઉમેરવાજોષી ગામ આવે છે, જ્યાંથી 5 કિમિ દૂર મંડાણ ગામ આવે છે અને 7 થી 10 કિમિ દૂર ચિનકુવા ગામ આવે છે જોકે આ ગામોની વચ્ચે ચાર ગ્રામપંચાયતો આવે છે તો આટલી દૂર ગ્રામપંચાયત અને દૂર ગામોના કોઈ પણ કામ હોય તો કેટલે દૂર જવું પડે માટે ગ્રામપંચાયતનો અલગ દરજ્જો હોય તો ગામનો વિકાસ થાય એમ છે. જેથી ગ્રામપંચાયતે અલગ ગ્રામપંચાયતના દરજ્જાની ઉગ્ર માંગ કરી છે.
બોક્ષ : અમારા ગામમાં વર્ષોથી કોઈ વિકાસનું કામ થયું નથી અમે અમારા વગ પ્રમાણે તાલુકામાંથી કામ લાવીએ છે પણ ગ્રામપંચાયતનો કોઈ ફાયદો નથી અમારે ગ્રામપંચાયતની સંખ્યા છે તો અલગ ગ્રામપંચાયત આપવામાં આવે એવી અમારી માંગ છે. અમે વિકાસ કમિશનરમાં રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી જે બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે પણ તાલુકા,જિલ્લા લેવલેથી જરૂરી કામગીરી થતી નથી એટલે અમે ઉગ્ર આંદોલન કરવા મજબુર બન્યા છે આગામી લોકસભા સુધીમાં અમારી ગ્રામપંચાયત અલગ ન થઇ તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું। >>> રણજીત તડવી ઉમરવાજોષી
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



