બાઇક ચાલકે બે સંતાનો સાથે માતાને અડફેટે લેતા પુત્રનું મોત

0
11

સુરત,તા.૨
તાજેતરમાં સુરતમાં હિટ એન્ડ રનની ઘટનાઓ વધુ બનતી જાય છે. થોડા દિવસ પહેલા મો‹નગ વોક કરવા નીકળેયાલ યુવકને અડફેટે લઇને કાર ચાલક વિદ્યાર્થી ફરાર થઇ ગયો હતો. ત્યારે સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. સુરતના વેડ રોડ ઉપર રોડ ક્રોસ કરી રહેલી મહિલા અને તેના બં સંતાનોને બાઇક ચાલકે અડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં પાચ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ બાઇક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. આ સમગ્ર ઘટના સ્થળ પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ અંગે ચોક બજાર પોલીસે ગુનો નોંદી તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના વેડ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જ્યાં રોડ ક્રોસ કરી રહેલી એક મહિલા અને તેના બે સંતાનોને બાઈક ચાલકે અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં ૫ વર્ષિય બાળકનું મોત નિપજ્યું છે. અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તેજ ગતિએ આવતી બાઈકે કેવી રીતે એક મહિલા અને તેના બે સંતાનોને અડફેટમાં લીધા હતા. અકસ્માત સર્જયા બાદ બાઈક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. બનાવ અંગે જાણ થતાં ચોક બજાર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY