કેવડિયા ગામે નર્મદા બચાવ આંદોલનના પ્રણેતા મેઘા પાટકરે અસરગ્રસ્તોની મુલાકાત લીધી
સંપાદિત જમીનો પર વિકાસ કરો, સ્થાનિક ખેડૂતોની જમીનો લે એ ગેરવ્યાજબી : કોર્ટના દ્વાર ખખડાવાશે : મેઘા પાટકર
રાજપીપળા : નર્મદા બચાવ આંદોલનના પ્રણેતા મેઘા પાટકરે કેવડિયા ગામની મુલાકાત લીધી હતી, ગામના આગેવાનો સાથે બેઠક કરી સરકારની નીતિ ખેડૂત વિરોધી હોવાનું જણાવી સ્થાનિક ખેડૂતોની જમીનો લે એ ગેરવ્યાજબી છે આ બાબતે કોર્ટના દ્વાર ખખડાવાશે એમ કહી એક મોટા આંદોલનનું રણશિંગુ મેઘા પાટકર દ્વારા ફૂંકવામાં આવ્યું છે ત્યારે ફરી આદિવાસીઓમાં જોશ આવ્યું છે.
આ બેઠકમાં મેઘા પાટકરે જણાવ્યું હતું કે કેવડિયા ગામ સહીત 6 ગામ નર્મદા બંધ અને વિયરડેમના 7 ગામ આમ કુલ 13 ગામો માટે સરકારે પેકેજ જાહેર કર્યું સાથે ભારત ભવનમાં જમીનો ગુમાવનાર અસરગ્રસ્તોને પણ જમીનો આપવામાં આવી પણ કોઈ પણ પ્રકારનો એવોર્ડ કે ડીક્લેરેશન આપવામાં આવ્યું નથી, સાથે જે જમીન 61,62 માં સંપાદિત થઇ છે, તો પણ આજ દિન સુધી ખેડૂત પાસે કબ્જો છે જે ભૂમિઅધિગ્રહણ 2013 ના નિયમ હેઠળ જેની માલિકી ખેડૂતની રહે છે એટલે હવે સરકાર આ જમીનો સંપાદિત ના ગણે ને જે સંપાદિત છે તેમાં જ વિકાસ કરે, ભારત ભવન સાથે જેટલા ભવનો બનાવે એટલા બનાવે પણ કેવડિયાકોલોની તોડીને જે તેમેની પાસે સંપાદિત જમીનોમાં બનાવે તો આદિવાસીઓને કોઈ વાંધો નથી આદિવાસી બહુ મૂર્ખ બન્યા હવે એક વેંત જમીન પણ નહિ આપે તેવી ચીમકી સરકારને આપી આદિવાસીઓને ખોટા વચનો આપી ભરમાવે છે તો હવે તેમનો હક કોર્ટના રાહે લઈશું તેમ મેઘા પાટકરે કહ્યું હતું.
મેઘા પાટકરના આગમનથી પોલીસમાં પણ દોડધામ મચી હતી અને વહીવટી તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે ત્યારે મેઘા પાટકરે મુલાકાત લઈને આદિવાસીઓની લડતને એક દિશા પકડાવી છે. ત્યારે આ લડત કેવી રંગ લાવે છે તે જોવું રહ્યું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






