ભરૂચ નગરપાલિકા દ્વારા શેહેરમાં ચાલતા વિકાસના કામોજેવા કે રોડ,ભૂગર્ભ ગટર લાઇન વિગેરે બાબતે કરાયેલ ખોદકામોમાં યોગ્ય રીતે, યોગ્ય સમયે પુરાણ કરી રીપેરીંગના હાથ ધરાતા આખરે કંટાળીને પાલિકા કોર્પોરેટરે પાલીકા ચીફ ઓફિસરને રજૂઆત કરી તત્કાલ રીપેરીંગ કરાવવા માંગ કરી હતી.

ભરૂચ નગરપાલિકાન કોંગી કોર્પોરેટર અને વિપક્ષના નેતા શમસાદઅલી સૈયદ દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાને ધ્યાને લઈ પ્રજાને પડતી મુશ્કેલી નિવારવા પાલીકા ખાતે ચીફ ઓફીસરને રજૂઆત અકરી હતી. તેમણે કરેલ રજૂઆતમાં ભરૂચ પાલિકાની હદમાં આવેલ અને શહેરના ફાટાતળાવ ઢાળથી હોલી એન્જલ કોનવેન્ટ સ્કુલ સુધી એક બાજુનો રોડ ખોદવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ખોદી કાઢવામાં આવ્યા છે. જ્યાં રોડની કામગીરી પુરી થઈ હોવા છતાં તંત્ર દ્વારા માત્ર માટી પુરાણ કરી આ રોડ જેમના તેમ છોડી દેવામાં આવતા આવન- જાવન કરતા વાહન ચાલકો આખારોડનો ઉપયોગ કરી શકતા નથી. વળી એક જ સાઇડના રોડ ઉપરની અવર-જવરના પગલે ટ્રાફિક જામની સમસ્યા વારંવાર સર્જાવા પામતા પ્રજાએ હાલાકી વેઠવી પડી રહી છે. રોડ ઉપરની માટી ઉડવાના પગલે વાહન ચાલકો સહિતનાઓને અકસ્માત નો ભોગ બનવું પડે છે. માટે તાકીદે રીપેરીંગ કરવાની માંગ ઉઠાવી રજૂઆત કરી હતી. સાથે સાથે જો આગામી ચાર દિવસોમાં તમામ ખોદાયેલા રોડ ઉપર રીપેરીંગ નહીં કરાય તો આંદોલન કરાશેની ચિમકી પણ ઉચ્ચારી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





