લ્યો બોલો! રૂપાણી સરકારે દારૂની પરમીટ મોંઘી કરીને ‘નશાબંધી’ કડક કરી

0
22

ગાંધીનગર,તા.૧૯
ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ દિવસે વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીકર હેલ્થ પરમીટની નીતિની જાહેરાત કરી હતી. આ દરમિયાન ગૃહમંત્રીએ સ્વીકાર્યું હતું કે રાજ્યમાં કેટલાક લોકો ખોટી રીતે દારૂની પરમીટ મેળવી લેતા હતા.
ગૃહમંત્રીએ વિધાનસભામાં દારૂની પરમીટના ફોર્મથી લઈને પરમીટની કિંમતમાં વધારો કર્યો હતો. જે પ્રમાણે હાલ પરમીટના ફોર્મની ફી રૂ. ૫૦ લેવામાં આવતી હતી તેમજ આરોગ્ય તપાસ ફી તરીકે રૂ. ૫૦૦ લેવામાં આવતા હતા. નવી જાહેરાતમાં પરમીટ ફોર્મ ફી રદ કરવામાં આવી છે, તેમજ પરમીટ પ્રોસેસ ફી પેટે રૂ. ૨૦૦૦ લેવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય તપાસ ફીને વધારીને રૂ. ૨૦૦૦ કરવામાં આવી છે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં કલમ ૪૪ પ્રમાણે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે દારૂની પરમીટની વ્યવસ્થામાં કેટલિક ક્ષતિઓ હોવાનું સ્વીકાર્યું હતું. સાથે એવું પણ કહ્યુ હતું કે કેટલાક લોકો ખોટી રીતે દારૂની પરમીટ મેળવી લેતા હતા. તેમણે કહ્યુ કે, મુંબઈ વિદેશ દારૂ નિયમો, ૧૯૫૩ના નિયમ-૬૫ પ્રમાણે એરિયા મેડિકલ બોર્ડની રચના કરવાની જાગવાઈ છે. હાલ રાજ્યમાં કુલ ૨૬ એરિયા મેડિકલ બોર્ડ કાર્યકરત છે. તેને રદ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત ખાતે એમ છ એરિયા બોર્ડની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા પ્રમાણે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯,૦૬,૫૮,૪૮૪ રૂપિયાનો દેશી અને વિદેશ દારૂ ઝડપાયો હતો. આ ઉપરાંત ૨૦,૯૫, ૪૮૨ રૂપિયાના નશીલા પદાર્શનો જથ્થો ઝડપાયો હતો. અમદાવાદ શહેર નશીલા પાદર્થનું હબ બની ગયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY