સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ નિર્ભયા ટીમની પ્રવાસીઓના દિલજીતી લેતી કામગીરી 

0
141

રાજપીપળા : નર્મદા જિલ્લાની શાળા કૉલેજમાં સફળ કામગીરી બાદ હવે કેવડીયા ખાતે પણ નિર્ભયા ટીમ સ્ટેચ્યુ પરની  કામગીરીમા ખુબજ રંગ લાવી રહી છે જેમાં આવનાર પ્રવાસીયોના દિલ જીતી લઈ એમને પડતી તકલીફ માં મદદરૂપ થઈ નિર્ભયા ટીમની બહેનોએ બહારથી આવતા પ્રવાસીયો સામે નર્મદા પોલીસનું નામ રોશન કરી રહી છે તે માટે નિર્ભયાનું પીઠબળ એવા ટીમના લીડર પીએસઆઇ કે.કે.પાઠક નું માર્ગદર્શન અને અનુભવનો નિચોડ ખુબ કામ આવી રહ્યો છે અને એના કારણેજ નર્મદા જિલ્લામાં કાર્યરત નિર્ભયા ટિમની કામગીરી પરથી અન્ય જિલ્લાના પોલીસ વિભાગે પણ શીખ લીધી છે ત્યારે આ ટીમની રચના કરનારા નર્મદા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની પણ પ્રશંસા કરીયે એટલી ઓછી છે કેમકે જિલ્લામાં પોલીસ સ્ટાફની અછત હોવા છતાં આવી સફળ કામગીરી અન્યો માટે જરૂર નોંધપાત્ર અને પ્રેરણારૂપ સાબિત થશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY