મુંબઈ,તા.૩
બોલિવૂડમાં વર્ષ ૨૦૧૮નો અંત આવતા દીપિકા, પ્રિયંકા જેવી મોટી એક્ટ્રેસનાં લગ્ન અને તેનાં આલિશન રિસેપ્શન થઇ ગયા. વહે વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં જ સમાચાર આવ્યા કે એમી જેક્સને સગાઇ કરી લીધી છે. એમીનો મંગેતર બ્રિટનનો બિઝનેસ ટાયકૂન જ્યોર્જ પાનાયિતૂ છે.
જ્યોર્જ ૩૬૦૦ કરોડથી વધુની સંપત્તીનો માલિક છે. આપને જણાવી દઇએ કે, જ્યોર્જ પહેલાં એમીનાં ત્રણ લોકો સાથે નામ જાડાઇ ચુક્્યા છે અને એકે તો તેને જાહેરમાં હોટલની બહાર મારી પણ હતી. એમી જેક્સને વર્ષ ૨૦૧૧-૧૨માં પ્રતીક બબ્બરને ડેટ કર્યો હતો.
જે બાદ એમીએ લિવરપૂલનાં બોક્સર સેલકિર્કને પણ ડેટ કર્યો તો. જાકે આ રિલેશન તેને બહુ ભારે પડ્યો હતો. મીડિયા રિપોટ્ર્સની માનીયે તો, સેલકિર્કે તેને હોટલેની બહાર જાહેરમાં મારી હતી. જે માટે તેને દંડ પણ ભરવો પડ્યો હતો.
એમીનું ત્રીજુ અફેર રાયન થોમસ સાથે હતું. જે એક એક્ટર છે. આ સંબંધો માત્ર ૭ મહિના જ ટકિયા હતાં. જે બાદ જ્યોર્જ પાનાયિતૂ તેનાં જીવનમાં આવ્યો. જ્યોર્જનાં ભૂતકાળની વાત કરીએ તો તેનો ભૂતકાળ કંઇ શાનદાર ન હતો. તેના ઉપર તેનાં ભાઇ સાથે મળીને બે પોલીસ કર્મીઓ પર હુમલો કરવાનો આરોપ હતો. જે માટે તેને ૬ મહિનાની જેલ થઇ હતી. જ્યોર્જ બ્રિટનનાં સૌથી અમીર લોકોમાંથી એક છે. લંડનમાં તેની ઘણી લક્ઝુરિયસ હોટલ છે. અને તે બ્રિટિશ પ્રોપર્ટી ડેવલપર એન્ડ્રસ પાનાયિટૂનો દીકરો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




