કેવડિયા અને ગરુડેશ્વર હાઇવે રોડ પર પુરપાટ જતા વાહનોના કારણે બે અકસ્માતમાં બેના મોત
મંગળવારે સ્ટેચ્યુ પાસે પતંગોત્સવના કારણે હાઇવે માર્ગ પર ટ્રાફિક વધતા અકસ્માત થયા જેમાં તડવી પરિવારની એક વૃદ્ધા સહીત બે મોત
રાજપીપળા : નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કારણે અકસ્મતોનો સિલસિલો વધી રહ્યો છે જેમાં ખાસ કરીને કેવડિયા ગરુડેશ્વર રોડ પર રોજ થતા અકસ્માતો માં લોકો મોતને ભેટે છે ત્યારે ત્યાં તાત્કાલિક પોલીસ પોઇન્ટ મુકવા જરૂરી થઈ પડ્યા છે .
ગતરોજ મંગળવારે કેવડિયા જતા હાઇવે રોડ પર પુરપાટ જતી એક ગાડી નં.એચ પી 56 એ 2400 ના ચાલકે મો.સા.નં.જીજે 22 ઈ 1503 ને અથાડતાં મો.સા.પર જતા રમેશભાઈ વિઠ્ઠલભાઈ તડવી તેમની પત્ની હંસાબેન આર તડવી અને પુત્ર જીગર ને અકસ્માતમાં ફંગોળી દેતા ત્રણેયને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી ત્રણેયને સારવાર માટે ગરુડેશ્વર દવાખાને ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈ તડવી (42) નું મોત થયું હોય આ બાબતે એમના પત્ની હંસાબેને રાજપીપળા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી .
જયારે બીજો અકસ્માત ગરુડેશ્વર ના મોટીરાવલ ગામ પાસે થયો જેમાં મો.સા.નં.જીજે 6 જે એચ નં.ના ચાલકે પોતાની મો.સા.બેફામ હંકારતા દુકાનેથી સમાન લઈ પરત ઘરે ફરતા રૂબીબેન કેશુરભાઈ તડવી (60) ને ટક્કર મારતા ગંભીર ઈજાઓ કરતા સારવાર દરમિયાન એમનું પણ મોત નીપજ્યું હોય આ બાબતે કવિતાબેન તડવીએ ગરુડેશ્વર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





