હળવદ તાલુકા ના ઘનશ્યામપુર ગામે ગૌમાતા તેમજ નંદી પર એસિડ એટેક

0
19

જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ભભૂક્યો

હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુર ગામમાં ગૌમાતા પર એસિડ એટેક થતા હળવદ પંથક માં ચકચાર મચી જવા પામ્યો છે અને હળવદ તાલુકા માં અવારનવાર આવી રીતે ગૌવંશ પર એસિડ એટેક થતા જીવદયા પ્રેમીઓ માં રોષ ની લાગણી ભભૂકી ઉઠી છે ત્યારે તાજેતર માં જ ગોરી ઘનશ્યામપુર ગામે 1 ગૌમાતા અને 1 નંદી પર એસિડ એટેક થતા ગામ ના સ્થાનિકો દ્વારા શ્રી રામ ગૌશાળા ખાતે જાણ કરાતા શ્રી રામ ગૌશાળા ની એમ્બ્યુલન્સ દ્વારા હળવદ પ્રાથમિક સારવાર કરાવી અને વધુ સારવાર માટે શ્રી યદુનંદન ગૌશાળા એ મોકલવાની કામગીરી હાથ ધરી છે ત્યારે પોલીસ આવા નરાધમ અને અસામાજિક તત્વો ને વહેલી તકે પકડી અને કાયદેસર નીંકાર્યવાહી કરી કાયદા નું ભાન કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY