ડાંગમાં સુરતની બસને નડેલી દુર્ઘટનામાં સેવા કાર્ય કરનારનું સન્માન કરાશે

0
16

ડાંગ જિલ્લા વહીવટી તંત્રનો સરાહનીય પ્રયાસ
આહવા, તા.૧૦
ગત તા.રરમી ડીસેમ્બરે ડાંગ જિલ્લાના ધૂલદા પાસે થયેલા બસ અકસ્માતના કમનસિક બનાવ વેળા, સ્થાનિક પ્રજાજનો સહિત જનપ્રતિનિધિઓ, અને જિલ્લા વહિવટી તંત્રના જુદા જુદા વિભાગો, અધિકારીઓ/કર્મચારીઓ વિગેરેએ ખૂબ જ સંવેદનશીલતા સાથે માનવિય અભિગમ અખત્યાર કરી, ત્વરિત બચાવ રાહત કામગીરી કરીને, વધુ જાનહાનિ થતી અટકાવી હતી. જેની સુખદ નોîધ લેતા તાજેતરમાં રાજ્યકક્ષાએ ગાંધીનગર ખાતે યોજાયેલી મંત્રી મંડળની બેઠકમાં પણ ટીમ ડાંગના આ કાર્યને બિરદાવવામાં આવ્યુ હતું.
ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમાર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ ડાંગ જિલ્લાના સંબંધિત પ્રજાજનો, જનપ્રતિનિધિઓ, અધિકારી/કર્મચારીઓને ભવિષ્યમાં પણ આવી જ ટીમ ભાવના અને માનવિય અભિગમ સાથે કાર્ય કરવાની અપીલ કરી તેમને શુભેચ્છા પાઠવી હતી.
આ ઉચ્ચાધિકારીઓએ ડાંગમાં બનેલી આ ઘટનામાં ઉત્કૃષ્ટ સેવા આપનારા સેવાભાવીઓનું આગામી તા.ર૬મી જાન્યુઆરી-પ્રજાસત્તાક પર્વના દિવસે જાહેર અભિવાદન કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. જેથી અન્ય લોકો પણ માનવતાના આ સેવાયજ્ઞમાં તેમનુ યોગદાન આપી શકે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY